Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીમાં મોતની હોળી કોનું પાપ

Continues below advertisement

અમદાવાદના નારોલમાં આવેલી દેવી સિન્થેટિક નામની ફેક્ટરીમાં ગેસ ગળતર થતાં 2 શ્રમિકના મોત થયા. જ્યારે 7 શ્રમિકો સારવાર હેઠળ છે. જેમાંથી 4 શ્રમિકો વેન્ટિલેટર પર ICUમાં દાખલ છે. કપડાની ડાઈંગ કરતી આ ફેક્ટરીમાં સલ્ફયુરિક એસિડનું ટેન્કર ખાલી કરવામાં આવી રહ્યું હતું. આ સમયે જ બ્લીચિંગ વિભાગમાં કોસ્ટિક સોડાનું રિએક્શન આવતા ગેસ ગળતર થયું. બે કેમિકલ ભેગા થતાં નાસભાગ મચી ગઈ. 9 શ્રમિકોને અસર થતાં તેમને સારવાર અર્થે LG હોસ્પિટલ ખસેડાયા. જ્યાં 26 વર્ષીય કમલ યાદવ અને 17 વર્ષીય લવકુશ મિશ્રાનું મોત થયું. મૃતક લવકુશ મિશ્રા દિવાળી વેકેશન પડ્યું હોવાથી હજુ 4 દિવસ પહેલા જ નોકરી પર લાગ્યો હતો. અને તે ધોરણ 11માં અભ્યાસ કરતો હતો. સ્કૂલમાં વેકેશન પડી ગયું હોવાથી મજૂરોના જે ઠેકેદાર આવ્યા હતા. તેઓ લવકુશને નોકરી કરવા માટે લઈ ગયા હતા. દિવાળીનું વેકેશન હતું જેના કારણે રજા હોવાથી તેને છેલ્લા ચાર દિવસથી નોકરી કરવા માટે ઠેકેદાર ફેક્ટરીમાં લઈ ગયો હતો અને આજે તેનો પાંચમો દિવસ હતો. જેવું કેમિકલનું રિએક્શન થયું, તરત જ સૌથી પહેલા લવકુશ ઢળી પડ્યો હતો. જેને બચાવવા માટે ફેક્ટરીના સુપરવાઇઝર કમલકુમાર દોડ્યા અને તેઓને પણ રિએક્શનની અસર થતાં તરત જ તે પણ ઢળી પડ્યા. કમલકુમારના પરિવારમાં તેમના માતા-પિતા, પત્ની અને બે બાળકો છે. ગેસ ગળતરથી બંનેને ફેફસામાં વધુ અસર થતાં સારવાર દરમિયાન બંનેના મોત થયા. દિવાળી પહેલાં જ 2 શ્રમિકોના મોતથી પરિવારે આક્રંદ કર્યો. આ કંપનીના માલિક વિનોદચંદ્ર અગ્રવાલ છે... જે સમયે ઘટના બની. ત્યારે તેઓ ત્યાં હાજર ન હતાં. મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો કે, કંપનીએ સેફ્ટી માટેના સાધનો પૂરા પાડ્યા ન હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram