Hun To Bolish | હું તો બોલીશ | દવાનો બોગસ ડોઝ
દર્દી પોતાના રોગની દવા લેવા ડોક્ટર પાસે જાય પછી ડોક્ટર તે રોગ મટાડવા દવા લખી આપે પણ તે દવા બોગસ એટલે કે ગુણવત્તા વગરની હોય તો???. ચોંકી ગયાને પણ હા એવું થયુ છે...થયુ છે નહીં થતું જ રહે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હેઠળ આવતા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશનના એક રીપોર્ટમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. દેશમાં વેચાઈ રહેલી 53 જેટલી દવાના સેમ્પલ ક્વોલિટી ટેસ્ટમાં ફેઈલ થયા છે. તાવ આવે ત્યારે મોટાભાગના લોકો લે છે તે પેરાસીટામોલ ઉપરાંત ડાયાબિટીસ. હાઈ બ્લ્ડપ્રેશર અને વિટામીન ડી-3ની ખામીમાં લેવાતી દવાઓના સેમ્પલ ફેઈલ થતાં દવા ઉત્પાદકોની દાનત પર સવાલો ઉભા થયા છે. દર્દી તરીકે તમે દવા ઉત્પાદક કંપની પર ભરોસો મુકી ડોક્ટરે લખી આપેલી દવા રૂપિયા આપીને ખરીદો. નિયમિત દવાનું સેવન કરો. પણ રોગ મટવાની કોઈ જ ગેરંટી નહીં કારણ કે એ દવા દમ વગરની પણ હોઈ શકે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશનના રીપોર્ટ અનુસાર ડ્રગ કન્ટ્રોલરના ક્વોલિટી ચેકમાં જે ટોપ સેલીંગ દવાઓના નામ છે, તે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. કારણ કે બની શકે કે તે દવા તમે નિયમિત લેતા હોવ. વિટામીન સી અને ડી-3ની ખામી દૂર કરવા લેવાતી શેલ્કલ ટેબ્લેટ. વિટામીન-બી કોમ્પલેક્સ વિટામીન-સી માટે લેવાતી સોફ્ટજેલ. પેરાસીટામોલ ટેબ્લેટ આઈપી-500 mg. એન્ટી ડાયાબીટિક ડ્રગ ગ્લિમેપિરાઈડ. હાઈબ્લડ પ્રેશરની દવા ટેલ્મિસર્ટનના નમુના સ્ટાન્ડર્ડ પ્રમાણે ન હોવાને કારણે ફેઈલ થયા છે. વળી બધી જ દવાઓ દેશની જાણીતી કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે..