Hun To Bolish | હું તો બોલીશ | કર્તવ્યનિષ્ઠાનું અજવાળું

Continues below advertisement

ગઈકાલે સુરતમાં તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો. જેના કારણે અનેક જગ્યાએ વીજ પુરવઠો ઠપ્પ થયો હતો. અનેક જગ્યાએ વીજળીના તાર પણ તૂટી ગયા. જો કે, DGVCLના કર્મચારી વાવાઝોડા જેવા વરસાદની વચ્ચે જનતા વીજળી વગર ના રહે તે માટે જીવના જોખમે તૂટેલા તારનું સમારકામ કરવા વીજ થાંભલે ચડી ગયા. ભારે વરસાદની વચ્ચે વીજ કર્મીઓએ ખડેપગે રહી કામગીરી કરી. જેથી વીજ કર્મીઓની આ જ કર્તવ્યનિષ્ઠા અને મહેનતને રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલે બિરદાવી. 

વડોદરામાં પણ ગઈકાલે ભારે પવન ફૂંકાયો જેના કારણે. 25થી વધુ વીજ થાંભલા ધરાશાયી થયા. 45 જેટલા સ્થળે વીજ વાયર તૂટી ગયા હતા. 

દાહોદમાં MGVCLની 12 જેટલી ટીમે લીમડી ડિવિઝનમાં સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. જેના ભાગરૂપે વેજલપુર સબ ડિવિઝનલ કચેરીની ટીમ ચેકિંગ કરવા માટે ઝાલોદના પ્રમથપુર ગામમાં પહોંચી હતી. ગેરકાયદે વીજ જોડાણની તપાસ કરતી વખતે જૂનિયર એન્જિનિયર અને હેલ્પર પર બેટથી હુમલો કરવામાં આવ્યો. હાથમાં ફ્રેક્ચરના થવાના કારણે બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા પડ્યા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram