Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લો

Continues below advertisement

જામનગર રસ્તા પરના ખાડા વાહનચાલકો માટે હવે મુસીબત રૂપ બન્યા છે. ધ્રોલ- જોડિયાને જોડતા આ રોડના દ્રશ્યો જોઈ લો. રસ્તા પરથી એક બાઈકચાલક પસાર થઈ રહ્યો છે. ઓચિંતા ખાડાના કારણે બાઈક ચાલક સંતુલન ગુમાવે છે. જેના કારણે બાઈક ચાલક સ્લીપ થાય છે.


વડોદરા કે અહીં પાલિકાએ ખોદેલા પાણીની લાઈનના ખાડામાં એક કિશોર પડી ગયો. અને તેને બચાવવા ગયેલા અન્ય 3 લોકો પણ ખાડામાં ખાબક્યા. જોકે સદનસીબે તમામ સુરક્ષિત બહાર આવી ગયા. આ ઘટના ન્યૂ. બાપોદ ગામના સંતરામ નગર પાસે બની. 


હવે વલસાડ નજીકના અમદાવાદ મુંબઈ નેશનલ હાઈ વેના દ્રશ્યો જોજો. વલસાડ જિલ્લાના ઉમરગામ નજીક નેશનલ હાઈ વે પર એક મહિલા એક્ટિવા પર જઈ રહી હતી. ત્યારે જ અચાનક મોટો ખાડો આવી જાય છે...મહિલા બેલેન્સ ગૂમાવે છે અને માંડ માંડ બચે છે. અકસ્માતની ઘટના પાછળ આવતી કારના ડેશબોર્ડ પર લાગેલા કેમેરામાં કેદ થઈ. આ ઘટના બાદ એબીપી અસ્મિતાની ટીમે રિયાલિટી ચેક કર્યું. જેમાં નેશનલ હાઈવે પર ઔરંગા નદી પરના બ્રિજની હાલત પણ ખરાબ છે. અહીથી પસાર થતા વાહન ચાલકોએ પ્રશાસન સામે આક્રોશ વ્યક્ત કર્યો. વાહનચાલકોનું કહેવું છે કે, હાઈવે ઓથોરિટી ટેક્સ વસૂલવામાં તો બાંધછોડ રાખતી નથી તો રસ્તા પર ખાડા કેમ દેખાતા નથી?.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram