Hun To Bolish | હું તો બોલીશ | શિક્ષક કે રાક્ષસ?

Continues below advertisement

અમદાવાદ શહેરના વટવાની માધવ ઈન્ટરનેશનલ સ્કૂલમાં એક શિક્ષકની હેવાનિયત સામે આવી. નિર્દયી શિક્ષક બેફામ રીતે વિદ્યાર્થીને ફટકારતો વીડિયો સામે આવ્યો.  જુઓ આ દ્રશ્યો. ધો. 10ના ક્લાસરૂમમાં અભ્યાસક્રમ ચાલી રહ્યો છે.  આ દરમિયાન વિદ્યાર્થી ચોપડા અને બેગ ખોલતા જ શિક્ષકને શું સૂરાતન ચડ્યુ કે સીધા જ બાળકના વાળ પકડી તેને ખેંચીને બોર્ડ પાસે લઈ ગયો. જ્યાં વિદ્યાર્થીનું માથું બોર્ડ સાથે અથડાવ્યું આટલું જ નહીં બાદમાં એક બાદ એક 10થી વધુ લાફા ઝીંકી દીધા. બપોરના સ્કૂલેથી ઘરે પરત ફરતા વિદ્યાર્થીએ પિતાને ફરિયાદ કરી. જેને લઈ પિતા વિદ્યાર્થીને લઈ સ્કૂલે પહોંચ્યા અને શિક્ષક અંગે ફરિયાદ કરી. આ સાથે જ જિલ્લા શિક્ષણાધિકારીને પણ ફરિયાદ કરી. આ તરફ બે દિવસ પહેલા ભોગ બનનારના વિદ્યાર્થીના પિતાએ અન્ય વાલીઓને જાણ કરતા બધા સ્કૂલે એકઠા થયા હતાં શિક્ષક વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી. જેથી શિક્ષકે પોતાના સાગરિત પાસે વિદ્યાર્થીના વાલીને જોઈ લેવા ધમકી આપી. આ વચ્ચે ઘટનાની પુષ્ટિ થતા જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા સંચાલકને શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા અને રિપોર્ટ કરવા હુકમ કર્યો છે. શાળા સંચાલકોએ શિક્ષકને સસ્પેન્ડ કરી દીધો. તો બીજી ઘટના 23 સપ્ટેમ્બરના હાથીજણની ડીવાઈન શાળામાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના બની હતી. ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીને સી.વાય. શર્મા નામના શિક્ષકે લાફો માર્યો હતો. તેમને પણ સસ્પેન્ડ કરી દીધા હોવાનો જિલ્લા શિક્ષણાધિકારીનો દાવો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram