Hun To Bolish : હું તો બોલીશ : ધ્યેય સત્તાનો કે સેવાનો?

Continues below advertisement

મહેસાણાના ઉંઝાનું ઐઠોર ગણપતિ સંસ્થાન. જ્યાં ઈતિહાસમાં પહેલી વખત ચૂંટણી યોજાઈ. છેલ્લા ઘણા સમયથી ટ્રસ્ટી મંડળમાં વિવાદો ચાલી રહ્યા છે. મંદિર સંસ્થાનના ટ્રસ્ટી મંડળનો વિવાદ ચેરિટી કમિશનર સુધી પહોંચ્યો હતો. છેલ્લા ઘણા સમયથી મહેસાણા ચેરિટી કમિશનર મારફતે વહીવટદાર મુકાયા છે. ગઈ 4 ડિસેમ્બરે ચેરિટી કમિશ્નરે સર્વ સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ તેવો સંસ્થાનના બંધારણ મુજબ અમલ થાય તેવો હુકમ કર્યો હતો. જેને લઈને બુધવારે 7 ટ્રસ્ટી માટે પરિવર્તન પેનલ અને સુર્ય નિશાન વચ્ચે ચૂંટણી યોજાવાની હતી. જો કે, ચૂંટણીના એક દિવસ પહેલા સૂર્ય પેનલના 7 ઉમેદવારોએ ચૂંટણીનો બહિષ્કાર કરી સિલેક્શનથી ટ્રસ્ટીઓને નિમવાની માંગ કરી. બીજી તરફ ચૂંટણી થઈ પણ એક જ પેનલના 7 ઉમેદવાર વચ્ચે. અને એ પણ ચૂંટણી અધિકારી વિના. જેમાં પરિવર્તન પેનલના 7 ઉમેદવારનો વિજય થયો...પણ સામે ગામના અન્ય લોકોએ વિરોધ કર્યો. હવે પાછો એક તરફી ચૂંટણીને કારણે ફરી મુદ્દો કોર્ટમાં પહોંચી શકે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram