Hun To Bolish : હું તો બોલીશ : ICUમાં આરોગ્ય કેન્દ્ર
છોટાઉદેપુરના સરકારી દવાખાનામાં ડોક્ટર નશાની હાલતમાં હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ક્વાંટ સામુહિક આરોગ્ય કેન્દ્રનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, આ ડોક્ટર લથડીયા ખાઈ રહ્યો છે.
કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં થડગામનો યુવક પોતાના સગાને લઇને સારવાર માટે ગયો હતો. આ સમયે ફરજ પર હાજર કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.અનિલ જાદવનું વર્તન શંકાસ્પદ લાગ્યું. જેથી તેમણે વીડિયો બનાવી વાઇરલ કર્યો હતો. તેમની સાથે મે વાત કરી છે તે સાંભળી લઈએ
રાજકોટના શાપરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારી સામે આવી છે. સવારના સમયે સામૂહિક આરોગ્ય કેન્દ્રની લેબોરેટરી રૂમમાં ઠંડીથી બચવા માટે તાપણું કરવામાં આવ્યું. સવારે સવા દસ વાગ્યે દર્દીઓ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવ્યા. અને લેબોરેટરીમાં જ તાપણું જોઈને ચોંકી ઉઠ્યા. એક જાગૃત નાગરિકે વીડિયો બનાવ્યો. જેમાં જોવા મળ્યું કે કેમિકલના કેરબાઓ પાસે જ તાપણુ સળગી રહ્યું હતું. એબીપી અસ્મિતામાં અહેવાલ પ્રસારિત થયા બાદ DDOએ નોટિસ ફટકારી. તો બીજી તરફ આરોગ્ય કર્મીએ બચાવમાં કહ્યું કે, લેબ માટે સળગાવેલ રૂ નીચે બોક્સ પર પડતા આગ લાગી હતી. શાપર-વેરાવળમાં હજારોની સંખ્યામાં મજૂર વર્ગ હોવાથી જિલ્લા પંચાયતે શેડમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર શરૂ કર્યું છે.