Hun To Bolish : હું તો બોલીશ : દીકરીનું સરઘસ કેમ?

Continues below advertisement

અમરેલી જિલ્લામાં લેટરકાંડમાં પાટીદાર યુવતીની ધરપકડ બાદ જાહેરમાં સરઘસ કાઢતા રાજનીતિ ગરમાઈ છે. સાવરકુંડલા કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ખોડલધામના નરેશ પટેલ સહિત પાટીદાર સમાજના અગ્રણીઓને પત્ર લખીને પોલીસ અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી. પ્રતાપ દૂધાતે પોલીસ પર માનવ અધિકારના ભંગના આરોપ લગાવ્યો. પત્રમાં ઉલ્લેખ છે કે, કુંવારી દીકરીને જોયા જાણ્યા વગર ગુનેગાર બનાવવામાં આવી. દીકરી માત્ર એક કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતી હતી. જેણે પોતાના માલિકના કહેવા પ્રમાણે લેટર ટાઈપ કર્યો હતો. એનો ઈરાદો કોઈને બદનામ કરવાનો નહોતો. જેની રાત્રે 12 વાગ્યે ધરપકડ કરીને અમરેલી શહેરના મુખ્ય રસ્તા પર સરઘસ કાઢી ભાજપના પટેલ સમાજના જ આગેવાનોએ પોતાનો અહમ સંતોષવા આવું કૃત્યુ કર્યું. સાથે તેમણે એવું પણ પત્રમાં જણાવ્યું છે કે, અમરેલી જિલ્લામાં અનેક ગુનેગારો બેફામ ફરે છે. દારૂ, ખનીજ, ચોરી અને હત્યાઓ જેવી પ્રવૃત્તિઓ છાશવારે સામે આવે છે. પોલીસ આવા આરોપીઓનું ક્યારેય સરઘસ કાઢતી નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram