Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે નવો નિર્ણય
નવા વર્ષે રાજ્ય સરકારે નવી 9 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની મંજૂરી આપી છે. મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર-વઢવાણ, નડિયાદ, મોરબી અને પોરબંદર-છાયાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે. છેલ્લા ઘણાં સમયથી આ તમામ શહેરોના લોકોની માગ હતી, જે હવે પૂર્ણ થઈ છે. હાલમાં રાજ્યમાં આઠ મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગરપાલિકા છે. પરંતુ રાજ્ય સરકારે નવ નવી મહાનગરપાલિકાને મંજૂરી આપતા હવે મનપાની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે. જુનાગઢ મહા નગરપાલિકાની વર્ષ 2002માં અને ગાંધીનગર મહા નગરપાલિકાની વર્ષ 2010માં રચના કરવામાં આવેલી હતી. ત્યારબાદ લગભગ 14 વર્ષ બાદ આ નવી 9 મહા નગરપાલિકાઓની રચના થઈ રહી છે. આના પરિણામે રાજ્યમાં હાલની મહા નગરપાલિકાઓની સંખ્યા કરતા બે ગણી એટલે કે 17 મહા નગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી છે. ગુજરાતના શહેરી વિકાસમાં આ એક ઐતિહાસિક ઘટના છે.