Hun To Bolish | હું તો બોલીશ | ડૉક્ટર્સના દર્દની દવા શું?
Hun To Bolish | હું તો બોલીશ | ડૉક્ટર્સના દર્દની દવા શું?
કોલકાતામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાના ગુજરાતમાં પડ્યા છે પત્યાઘાત..અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના શહેરોની સરકારી હોસ્પિટલમાં તબીબોએ વિરોધ પ્રદર્શન કર્યું...અમદાવાદની બે.જે.મેડિકલ કોલેજમાં સિનિયર અને જૂનિયર તબીબોએ કડક કાર્યવાહીની માગ કરી..સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પણ તબીબો હડતાળ પર ઉતર્યા....અને માગ કરી કે, તબીબોની સુરક્ષા માટે સરકાર કાયદો બનાવે...વડોદરામાં 700થી વધુ તબીબોએ રેલી યોજી અને માગ કરી કે, સયાજી હોસ્પિટલમાં સિક્યૂરિટી મજબૂત કરવામાં આવે....રાજકોટમાં સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજોમાં મોટી સંખ્યામાં ડોક્ટરો એકત્ર થઈ વી વોન્ટ જસ્ટિસ, તાનાશાહી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર કર્યા...તેમજ ડોક્ટરોએ રોષ ઠાલવી કહ્યું કે જ્યાં સુધી ન્યાય નહીં ત્યાં સુધી હડતાળ પર રહીશું....ઈન્ડિયન મેડિકલ એસોસિએશને આવતીકાલે હડતાળનું એલાન કર્યું..સવારે 6 વાગ્યાથી લઈને રવિવારે 6 વાગ્યા સુધી તબીબો હડતાળ પર ઉતરશે....ઈમરજન્સી સેવાને બાદ કરતા તબીબો કામકાજથી અડગા રહેશે....ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અનુસાર, અમદાવાદના 13 હજારથી તબીબો સહિત રાજયભરના 35 હજાર તબીબો હડતાળમાં જોડાશે....ગુજરાત આયુષ એન્ડ મેડિકલ એસોસિએશન....ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન...વડોદરાની તમામ હૉસ્પિટલ...રાજકોટ એઇમ્સ હોસ્પિટલ...જુનિયર ડૉક્ટર એસોસિએશન...કેડી હૉસ્પિટલ...મહેસાણા બાર એસોસિએશન હડતાળને સમર્થન આપી રહ્યુ છે....