Hun To Bolish | હું તો બોલીશ | ગામનો વહીવટ ક્યાં સુધી કરશે વહીવટદાર?
Hun To Bolish | હું તો બોલીશ | ગામનો વહીવટ ક્યાં સુધી કરશે વહીવટદાર?
હરિયાણા અને જમ્મુ કશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે....જમ્મુ કશ્મીરમાં ત્રણ તબક્કામાં યોજાશે મતદાન...18 સપ્ટેમ્બરે પ્રથમ, 25 સપ્ટેમ્બરે બીજા અને પહેલી ઓક્ટોબરે ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે....જ્યારે ચાર ઓક્ટોબરે મતગણતરી થશે...આ તરફ, હરિયાણાની તમામ 90 બેઠક પર પહેલી ઓક્ટોબરે મતદાન થશે..અને ચાર ઓક્ટોબરે પરિણામ આવશે....આ વચ્ચે રાજ્યની જનતા વાવ અને વિસાવદરની પેટાચૂંટણી તેમજ પંચાયતોની ચૂંટણી ક્યારે યોજાશે તેની રાહ જોઈ રહી છે....કારણ કે, 5 હજાર 319 ગ્રામ પંચાયતો જ્યાં સરપંચ નહીં પણ વહીવટદારોનું શાસન ચાલે છે....સાથે જ એ 17 તાલુકા પંચાયતો જ્યાં પંચાયતમાં ચૂંટાયેલી પાંખ અસ્તિત્વમાં નથી તેમજ 75 નગરપાલિકાઓ જ્યાં વહીવટદારો છે....2 જિલ્લા પંચાયત બનાસકાંઠા અને ખેડાની ચૂંટણી બાકી છે...75 નગરપાલિકામાંથી જો 9 નગરપાલિકા નવસારી, વાપી, આણંદ, મોરબી, ગાંધીધામ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણ, નડિયાદ, પોરબંદર મહાનગરપાલિકામાં ગણાશે તો 64 નગરપાલિકાની ચૂંટણી યોજાશે...