Hun to Bolish | હું તો બોલીશ | હીરા ઉદ્યોગ પર ગ્રહણ

Continues below advertisement

સુરતમાં ગઈકાલે એક રત્નકલાકારે હીરાના ધંધામાં મંદી આવતા જીવન ટૂંકાવ્યું. 36 વર્ષીય પ્રકાશ વાઘાણીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી. મંદી આવવાના કારણે પ્રકાશભાઈની આર્થિક સ્થિતિ કફોડી બની હતી અને તેઓ સતત તણાવમાં રહેતા હતા.

હીરા ઉદ્યોગ પર છેલ્લા બે-અઢી વર્ષથી ગ્રહણ લાગ્યું છે. જેની પાછળના ત્રણ મુખ્ય કારણ છે...પહેલું રશિયા-યુક્રેન યુદ્ધ. 29% કાચા હીરાનું ઉત્પાદન રશિયા કરે છે. બીજુ અમેરિકામાં ફૂગાવો વધતા ડાયમંડ જ્વેલરીની માંગ ઘટી. અમેરિકામાં 35થી 40 ટકા આપણું ડાયમંડનું માર્કેટ છે. અને ત્રીજુ કારણ છે ચાઈના. ચાઈનામાં આપણું માર્કેટ 40 ટકા છે. કોરોના પછી છેલ્લા 2 વર્ષથી 7થી 8 ટકા જ ડાયમંડની ચાઈનામાં નિકાસ થઈ રહી છે. એટલે કે 30થી 32 ટકા જેટલું નુકસાન ત્યાંથી થઈ રહ્યું છે. ઉપરાંત યુરોપના દેશોમાં ડાયમંડની માંગ ઘટતા તેની હીરાના નિકાસ પર અસર પડી રહી છે.. હીરાનો સ્ટોક વધી રહ્યો છે સામે ડિમાન્ડ ઘટી રહી છે. હીરાની ડિમાન્ડ ઘટવાના કારણે કારખાનાઓના જોબવર્ક પર અસર પડી. રત્ન કલાકારોના કામોના કલાકો ઘટ્યા. પહેલા રત્ન કલાકારોની જે મહિને 30થી 35 હજાર આવક હતી તે ઘટીને 20થી 22 હજાર થઈ. સાથે અઠવાડિયામાં રત્ન કલાકારોને 2 રજાઓ મળતી થતા આર્થિક હાલત કથળી. હીરા ઉદ્યોગમાં મંદી એ હદે છે કે, આજે કિરણ જેમ્સે 18 ઓગસ્ટથી 27 ઓગસ્ટ સુધી 10 દિવસની રજા જાહેર કરી છે. સુરતના હીરા ઉદ્યોગના ઈતિહાસમાં પહેલીવાર શ્રાવણ મહિનામાં રજાનું એલાન કરતા ડાયમંડ વર્કર યુનિયને ચિંતા વ્યક્ત કરી. ડાયમંડ વર્કર યુનિયને માગ કરી કે, સરકાર રત્નકલાકારો માટે આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના લાગુ કરવામાં આવે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram