Hun to Bolish | હું તો બોલીશ | પોસ્ટિંગની રેન્જ કઈ?
Continues below advertisement
પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારના આરોપોને લઈ રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગૃહ વિભાગે PSI અને PIની બદલીના નવા નિયમો જાહેર કર્યા. હવે પાંચ વર્ષ સુધી એક જ ઝોનના જિલ્લાઓમાં ફરજ બજાવનાર PSI અને PIની. તે ઝોનના જિલ્લા કે નજીકના જિલ્લામાં બદલી નહીં થઈ શકે. નોકરી કરતા હોય તેવા ઝોનથી દૂરના ઝોન અથવા જિલ્લામાં બદલી મળશે. બદલીની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને પોલીસકર્મીઓને અલગ અલગ ઝોનમાં નોકરી કરવાની તક મળે તે હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી પીઆઈ અને પીએસઆઈ વર્ષો સુધી સતત એક જ ઝોનમાં કે અમુક જિલ્લાઓમાં જ પોતાની વગ વાપરી બદલીઓ કરાવતા રહ્યા છે તે અટકશે. PI કે PSIના જીવનસાથી કોઈ સ્થળે કે શહેરમાં નોકરી કરતા હોય, ગંભીર બિમારી હોય તો તેવા કેસમાં આવી બદલીમાંથી અપવાદ મળી શકશે. પાંચ વર્ષના ગાળાની ગણતરી માટે પ્રક્રિયા નક્કી થશે.
Continues below advertisement
Tags :
'Hun To Bolish'