Hun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?
સરકારે જાહેર કરેલા ઈકો સેન્સેટિવ ઝોનનો સાર્વત્રિક થયો પરંતુ તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે અલગ રાગ આલાપ્યો છે. ધારાસભ્ય ભગવાન બારડ ઈકો સેન્સિટીવ ઝોનનો વિરોધ કરનારા પર બરોબર વરસ્યા... એક સભામાં ધારાસભ્ય બારડે આરોપ મૂક્યો કે જે લોકો ઈકો સેન્સિેટીવ ઝોન વિશએ કશું જાણતા નથી તેવા લોકો વિરોધ કરવા નીકળ્યા છે. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે ઈકો સેન્સેટિવ ઝોન વિરોધ કરી કેટલાક લોકો રાજનેતા કરી પદ મેળવવા નીકળ્યા છે. બારેડ કહ્યું કે ચૂંટણી આવતા પાંચ મત ઓછા મળે તો ભલે મળે પરંતુ ઈકો ઝોનનું અસત્ય હું નવી સ્વીકારું..
કેન્દ્ર સરકારે 25 સપ્ટેમ્બર, 2024ના રોજ એશિયાટિક લાયન માટે વિખ્યાત ‘ગીર રક્ષિત વિસ્તાર’ના આજુબાજુનો કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને ‘ઇકો-સેન્સિટિવ ઝોન' જાહેર કરવા પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેમાં 3 (જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી) જિલ્લાનાં 196 ગામ, 4 લેન્ડ કોરિડોર અને 17 નદીનો સમાવેશ કર્યો છે, જેનો વ્યાપ 2061 ચોરસ કિલોમીટર છે. નવા જાહેર થયેલા આ ઇકો-સેન્સિટિવ ઝોન 10 વિધાનસભા અને બે લોકસભા સીટ પણ આવે છે. ‘ઇકો-સેન્સિટિવ ઝોન'ને લઈ દિલીપ સંઘાણીથી લઈ સાંસદ રાજેશ ચૂડાસમા સહિતના ભાજપના જ નેતાઓએ ભાજપ સરકાર સામે જ બાંયો ચઢાવી છે.
ઈકો-સેન્સિટિવ ઝોન'માં એક તરફ મોટે પાયે રાજકીય અને આર્થિક હિતો સંકળાયેલાં છે, તો બીજી તરફ ખેડૂતો માટે આ પ્રાણ પ્રશ્ન બની ગયો છે અને સમગ્ર વિસ્તારના ખેડૂતોએ હવે કેન્દ્ર સરકારના આ નિર્ણય સામે મોરચો માંડ્યો છે.
2011થી 2024 સુધીમાં શું શું થયું?
પહેલા આપણે ગીર ‘ઇકો-સેન્સિટિવ ઝોન'નું થોડું બેકગ્રાઉન્ડ જાણી લઈએ. 9 ફેબ્રુઆરી 2011ના રોજ કેન્દ્ર સરકારે નેશનલ પાર્ક અને સેન્ચયુરીની આજુબાજુ ઈકો સેન્સિટિવ ઝોન બનાવવા ગાઈડલાઈન જાહેર કરી. 25 ઓક્ટોબર, 2015ના રોજ કેન્દ્રીય વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે ગીર જંગલ આસપાસના 3,328 સ્ક્વેર કિમી વિસ્તારને ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવા માટે પ્રસ્તાવિત ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કર્યું. ત્યાર બાદ 25 ઓક્ટોબર, 2016ના રોજ ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું, પરંતુ રાજકીય આગેવાનો અને સ્થાનિકોએ તેનો વિરોધ કરતાં રાજ્ય સરકારે આ નોટિફિકેશનમાં સુધારો કરવા કેન્દ્રને પ્રસ્તાવ મોકલ્યો.
3326 ચોરસ કિમી વિસ્તાર ઘટાડી 2061 થયો, પણ સ્થિતિ એ જ ત્યાર બાદ 2017માં હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી થઈ, જેથી હાઇકોર્ટે આખરી જાહેરનામું પ્રસિદ્ધ કરવા પર મનાઈહુકમ આપ્યો. જૂન, 2022માં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારે જાહેર કરેલા ઇકો- સેન્સિટિવ ઝોનની ફેબ્રુઆરી,2011માં બહાર પડાયેલી ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવા જણાવ્યું. એ અનુસંધાને હાઇકોર્ટે 3 જુલાઈ, 2023માં સરકારને નવી પ્રપોઝલ રજૂ કરવા મૌખિક આદેશ કર્યો અને 2024ની 25 સપ્ટેમ્બરે સરકારે ગીર રક્ષિત વિસ્તારની આજુબાજુના કુલ 1.84 લાખ હેક્ટર વિસ્તારને ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું, જેમાં 3326 ચોરસ કિલોમીટરને બદલે 1267 ચોરસ કિલોમીટર વિસ્તાર ઘટાડીને 2061 ચોરસ કિલોમીટરને ઇકો ઝોન રાખવાનો નિર્ણય કર્યો છે. અને હવે આ જ ઈકો સેન્સિટવ ઝોનનો ભાજપ કૉંગ્રેસના મોટાભાગના નેતાઓ જાહેરમાં વિરોધ કરી રહ્યા છે.