Hun To Bolish | હું તો બોલીશ | ફરી ચર્ચા અનામતની
અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ક્વૉટામાં સબ કેટેગરી બનાવવાની તરફેણમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો.....હવે આ સૌની વચ્ચે એસસી/એસટી સમુદાયના લોકસભા તથા રાજ્યસભાના સાંસદોની ચિંતા વધી ગઈ છે...તેઓ સંસદ ભવનમાં પીએમ મોદીને મળવા પહોંચી ગયા....આ તમામ સાંસદોએ સંયુક્તરૂપે એસસી/એસટી માટે ક્રીમીલેયર અંગે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી મુદ્દે એક આવેદન સોંપ્યું....સાથે જ માગ કરી કે આ ચુકાદો અમારા સમાજમાં લાગુ ન કરવો જોઈએ....આ મુદ્દે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ દાવો કર્યો છે કે, મીટીંગમાં પ્રધાનમંત્રીએ આશ્વાસન આપ્યુ છે કે, SC/STમાં ક્રીમીલેયર લાગુ નહીં કરવા મુદ્દે વિચાર કરવામાં આવશે....ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 1 ઓગસ્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે રાજ્યો પાસે અનુસૂચિત જાતિઓમાં સબ કેટેગરી બનાવવાનો બંધારણીય અધિકાર છે જેથી એ જાતિઓને પણ અનામત મળી શકે જે સામાજિક અને શૈક્ષણિક રીતે અતિ પછાત છે....સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે રાજ્યોએ પછાતપણાં અને સરકારી નોકરીઓમાં પ્રતિનિધિત્વની યોગ્ય સંખ્યા અને પ્રદર્શનના યોગ્ય આંકડાના આધારે જ સબ કેટેગરી બનાવવાની રહેશે...એમાં મરજી કે રાજકીય લાભના આધારે નિર્ણય નહીં ચલાવી લેવાય.....