Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાની રાજનીતિ
મોરબીનો દરબારગઢ.... જ્યાંથી આજે કૉંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રા નીકળી...કૉંગ્રેસની ન્યાય યાત્રાનો ઉદ્દેશ છે... મોરબીનો ઝુલતા પુલ હોનારત... રાજકોટ અને સુરતનો અગ્નિકાંડ... વડોદરાના બોટકાંડના પીડિત પરિવારોને ન્યાય અપાવવાનો...કૉંગ્રેસની ન્યાય યાત્રામાં મોરબી... રાજકોટ અને વડોદરાની દુર્ઘટનાના પીડિત પરિવારો પણ જોડાયા...સૌરાષ્ટ્રભરમાંથી કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોરબી પહોંચ્યા...મોરબી જિલ્લામાં 44 કિલોમીટર જેટલો પ્રવાસ કર્યા બાદ ન્યાય યાત્રા રાજકોટ તરફ રવાના થશે...રાજકોટ બાદ સુરેન્દ્રનગર, અમદાવાદ અને ત્યાંથી ગાંધીનગર 23 ઓગસ્ટે પૂર્ણ થશે...આ ઉપરાંત રાજકોટમાં સંવેદના સભા, સુરેન્દ્રનગરમાં આઝાદી સભા, વિરમગામમાં અધિકાર સભા, અમદાવાદમાં સંવિધાન સભા અને ગાંધીનગરમાં ન્યાય સભા ભરાશે...યાત્રાની શરૂઆત મોરબીથી કરવામાં આવતા આજે તેને ક્રાંતિ સભાનું નામ આપવામાં આવ્યું....કોંગ્રેસની રજૂઆત છે કે, દુર્ઘટનાના કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ઝડપી ચલાવવામાં આવે...દુર્ઘટનાઓની તપાસ કોઈ નોન કરપ્ટ અધિકારી પાસે કરાવવામાં આવે...નાની માછલીઓને નહીં પરંતુ મોટા મગરમચ્છોને પકડવામાં આવે....