Hun To Bolish : હું તો બોલીશ : ફરી શરૂ થયો રઝળતો આતંક

Continues below advertisement

રખડતા ઢોર બાદ હવે સુરત જિલ્લામાં રખડતા ભૂંડનો આતંક પણ વધ્યો. સુરતના કીમમાં રહેતી યુવતી સ્નેહા પટેલ. જે ઘરેથી મોપેડ પર ઓફિસ જવા નીકળી હતી. થોડે આગળ જતા ભૂંડ રસ્તામાં આવી જતા અકસ્માત થયો અને સ્નેહા નીચે પટકાઈ. તેને માથાના ભાગે એટલી ગંભીર ઈજા થઈ કે તે કોમામાં સરી પડી. 15 દિવસની સારવાર બાદ તેને હોસ્પિટલમાંથી તો રજા મળી પણ હજુ તેની સારવાર ચાલી રહી છે. સ્નેહા પોતે નોકરી કરી બહેનને ભણાવતી હતી અને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. સ્નેહાના પરિવારમાં માતા-પિતા અને બે બહેનો છે. સ્નેહાના પિતા કિરીટભાઈ પટેલનો પણ દોઢ વર્ષ પહેલા અકસ્માત થયો હતો. જેથી તેઓ પણ હાલ લાચાર છે.. સ્નેહા પરિવારમાં એક માત્ર સહારો હતી જે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતી હતી. આવા રખડતા ઢોરના ત્રાસથી કેટલાય પરિવારનો માળો વિખેરાય ગયો છે. પણ નિંભર પ્રસાશનની આંખો ખુલતી નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram