Hun To Bolish : હું તો બોલીશ : સરકારી અધિકારી-કર્મચારી હોવું ગુનો થોડો છે
Continues below advertisement
28 નવેમ્બરે આણંદ નગરપાલિકાની ટીમ મારફતે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. નગરપાલિકની ટીમ દબાણ હટાવતી હટાવતી આણંદ વિદ્યાનગર રોડ પર પહોંચી જ્યાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી ચાલુ હતી તે જ દરમિયાન રોડની સાઈડમાં ટ્રાફિકને અડચણ થાય તેવી જગ્યાએ ઊભેલી ફ્રુટની લારી હટાવતાની સાથે જ મામલો બીચક્યો. અને દબાણની કામગીરી કરનાર કર્મચારી ઉપર હુમલો કરવામાં આવ્યો. દબાણકારોએ પટ્ટાથી કર્મચારીઓને જાહેરમાં માર માર્યો. આ મુદ્દે નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ આણંદ ટાઉન પોલીસ સ્ટેશને પહોંચ્યા. ફૈયાઝ ડેની ફિરોજખાન પઠાણ અને આદિલ વોહરા સામે જાહેરમાં માર મારવાની ફરિયાદ નોંધાવી. આ વાતને આજે પાંચ દિવસ વીતી ગયા પરંતુ પોલીસના હાથે હજુ સુધી આ 2 આરોપી લાગ્યા નથી.
Continues below advertisement
Tags :
'Hun To Bolish'