Hun To Bolish | હું તો બોલીશ | ખેડૂતની બગડી દિવાળી
છોટાઉદેપુરમાં વરસ્યો મૂશળધાર વરસાદ. અંદાજે એક કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો. જેના કારણે છોડાઉદેપુર શહેર પાણી. પાણી..થઈ ગયું..નિચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાયા જ...પરંતુ મુખ્ય માર્ગો જળમગ્ન થઈ ગયા. સેવા સદન સામેની સોસયાટી તેમજ નિઝામી સોસાયટીમાં પાણી ભરાયા. વાહનો બંધ પડી જતા ધક્કા મારવા પડ્યા. છોટાઉદેપુર શહેર ઉપરાંત. તેજગઢ..દેવહાંટ. ઝોઝ પંથકમાં વરસાદી માહોલ રહ્યો.
પંચમહાલ જિલ્લાના ગોધરામાં વરસ્યો ધોધમાર વરસાદ. સવારથી જ ગોધરા શહેરમાં વરસાદી માહોલ હતો. વીજળીના કડાકા ભડાકા સાથે અંદાજે એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો...વરસાદને લઈને ગોધરા શહેર પાણી..પાણી..થઈ ગયું....મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા. જિલ્લા સેવા સદન...તાલુકા પંચાયત...બસ સ્ટેશન રોડ...ભાગોળ વિસ્તાર. સહિતના વિસ્તારમાં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી વરસાદ રોકાયા બાદ પણ પાણી ભરાયેલા જોવા મળ્યા...