Hun To Bolish | હું તો બોલીશ | આ પોટલી કોનું પાપ?
શાહિબાગમાં નવી બનેલી પોલીસ કમિશ્નર કચેરીની સામે જ જાહેરમાં બાઈક પાર્ક કરીને 4 પોલીસ કર્મીઓએ દારૂની મહેફિલ માણી. વીડિયોના આધારે માધુપુરા પોલીસે દારૂની મહેફિલનો ગુનો નોંધી બાઈક નંબરના આધારે માલિક અને એક ASIની ધરપકડ કરી છે. ASI વિનોદભાઈ ડામોર. હેડ કોન્સ્ટેબલ જુજારભાઈ પગી. પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ બારીયા. અને કોન્સ્ટેબલ અમિતસિંહ ગોલ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવે છે. ત્રણ કર્મચારીઓ ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે...પાંચેય આરોપીઓ વિરુદ્ધ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા હાલ ASI વિનોદ ડામોર અને હેર સલૂન સંચાલક સંજય નાઈની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ફરાર ત્રણ પોલીસ કર્મીઓને ઝડપી પાડવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.
રાજકોટના માંડા ડુંગર વિસ્તારમાં શિવમ સોસાયટીના મકાનમાં વેચાતા ફ્લેવરવાળા દેશી દારૂની ફેકટરી ઝડપાઈ. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે અહીં દરોડા પાડ્યા. અને 1 લાખનો દેશી દારૂ, વિદેશી ઓરેન્જ ફ્લેવરની બોટલ, હેન્ડ ઓપરેટિંગ સિલિંગ મશીન, પાઉચ બનાવવાનો પ્લાસ્ટિકનો રોલ સહિત સવા લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો...અને સૂરજ મકવાણા નામના શખ્સની ધરપકડ કરી.
ભાવનગર જિલ્લાના ઘોઘામાં ગ્રામજનોએ દેશી દારૂની હેરાફેરીનો ભાંડાફોડ કર્યો. પોલીસ ઉંઘતી રહી અને ગ્રામજનોએ દેશી દારૂના દૂષણને ઝડપી પાડ્યું. ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂની બેરોકટોક હેરાફેરી કરાતી હોવાની અનેકવાર રજૂઆત કરાઈ..તેમ છતાં કોઈ પગલાં ન લેવાતા અંતે ગ્રામજનોએ દરોડો પાડ્યો. દેશી દારૂની ડિલિવરી માટે કારમાં જતા શખ્સને ગ્રામજનોએ ઉભો રાખી મોટી માત્રામાં દારૂની પોટલી પકડી પાડી. જનતા રેડ બાદ ઘોઘા પોલીસ દોડતી થઈ. જ્યારે અમારા સંવાદદાતા પાર્થ મજેઠિયા દારૂના અડ્ડા પર પહોંચ્યા તો દારૂની પોટલીઓ મૂકી બુટલેગર ભાગી ગયો.