Hun to Bolish | હું તો બોલીશ | અનાજ સસ્તું કે સડેલું?

Continues below advertisement

ગરીબી રેખા નીચે જીવતા લોકોને સરકાર સસ્તુ અનાજ આપે છે. પરંતુ તેમાં પુરવઠા વિભાગ અને સસ્તા અનાજની દુકાનના સંચાલકોના મેળાપીપળામાં હલકી ગુણવત્તાવાળુ અનાજ આપવાના આરોપો અને ફરિયાદો અવારનવાર સામે આવતી હોય છે. આવી જ 2 ઘટના સામે આવી છે. પહેલું દ્રશ્ય છે મહેસાણાના ગોઝારિયામાં આવેલી સસ્તા અનાજની દુકાનનું. અહીં ધનેરાવાળી તુવેરદાળ કે જે દાળ નથી રહી લોટ થઈ ગઈ છે તેનું વિતરણ કરવામાં આવ્યું. અને ત્રીજા દ્રશ્યો છે તાપી જિલ્લાના પનિયારી ગામના. જ્યાં સસ્તા અનાજની દુકાનમાંથી આપવામાં આવતા ચણામાંથી જીવાતો નીકળી. 


પહેલા વિગતવાર ચર્ચા કરી લઈએ મહેસાણાની. ગોઝારીયામાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં તો ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા. તુવેરદાળના કટ્ટામાં એટલા ધનેરા હતા કે તુવેર દાળમાંથી તુવેરનો લોટ બની ગયો. વીડિયોમાં જોઈ શકાય છે કે, તુવેર દાળના કટ્ટામાં હાથ નાખતા એકલો પાઉડર જ હાથમાં આવી રહ્યો છે. આ મુદ્દે પુરવઠા વિભાગને જાણ થતા સડેલા અનાજનું વિતરણ અટકાવી દેવાયું. આ મુદ્દે સ્થાનિકોનું કહેવું છે કે, તહેવારો આવ્યા છે ત્યારે સરકાર મફત અનાજ આપી રહી છે. પણ આવું અનાજ આપવું એના કરતા ન આપતા હોય તે સારું. બીજી તરફ દુકાનના સંચાલકનું કહેવુ છે કે, દાળ ખરાબ છે સારી આવશે તો બદલી આપવામાં આવશે. ગ્રાહકો ઉતાવળ કરતા હતા એટલે દાળના જથ્થાનું વિતરણ કર્યું. આવી જ સડેલી દાળ એક સ્કૂલને આપવામાં આવી છે. જેના આચાર્યએ આ અંગે મામલતદારને રજૂઆત કરી છે. બીજી તરફ પુરવઠા અધિકારીએ આ મુદ્દે તપાસ કરી તો 47 ટન તુવરદાળ સડેલી હોવાનું સામે આવ્યું. હાલ ગોડાઉનમાં 47 ટન દાળનો જથ્થો સિલ કરવામાં આવ્યો છે અને સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram