Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'
અમદાવાદના ચાણક્યપુરીની શિવમ આર્કેટ સોસાયટી...જ્યાં પહેલા અસામાજિક તત્વોએ પહેલાં કર્યો પથ્થરમારો. બાદમાં ચડી ગયા સોસાયટીના ગેટ પર અને તલવારો દેખાડી આતંક મચાવ્યો. આખી વાત એમ હતી કે, શિવમ આર્કેડ નામની સોસાયટીમાં રવિ ઠાકોર નામના એક શખ્શે ફ્લેટ ભાડે લીધો હતો...ગઈકાલે રવિ ઠાકોરે. તેના મિત્રોને પોતાના ફ્લેટ પર બોલાવ્યા. ફ્લેટમાંથી નીકળ્યા બાદ રવિ અને તેના મિત્રો નશાની હાલતમાં દેખાયા. સોસાયટીના ચેરમેન અને અન્ય રહીશોએ વિરોધ કરતાં રવિ અને તેના મિત્રો ઉશ્કેરાયા અને પોતાના અન્ય સાગરિતોને બોલાવ્યા. થોડીવારમાં 15થી વધુ લોકો તલવાર અને લાકડીઓ લઈ સોસાયટી પર પહોંચ્યા અને આતંક મચાવ્યો. સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે ગેટ બંધ કરી દેતા .અસામાજિક તત્વોએ બહારથી પથ્થરો ફેંકી... તલવારો દેખાડી...સોસાયટીના રહીશોનો આરોપ છે કે, 3 વખત ફોન કરવા છતાં પોલીસ અડધો કલાક સુધી ન પહોંચી. આ તરફ પોલીસનું કહેવું છે કે, રાત્રે 8 વાગ્યે PCRને કોલ મળ્યો હતો અને 17 મિનિટમાં પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી.. અને ફ્લેટમાંથી દારૂની બોટલ કબજે કરી છે.. APB અસ્મિતાએ આ મુદ્દે રિયાલિટી ચેક કર્યું... સોલા પોલીસ સ્ટેશનથી શિવમ આર્કેટ સુધી પહોંચવાડમાં ABP અસ્મિતાની ટીમને માત્ર 3 મિનિટ લાગી. હાલ તો પોલીસે 15 આરોપી પૈકી 1 સગીર અને 4 આરોપી રવિ ઠાકોર, અક્ષય ઠાકોર, અર્જુન ઠાકોર, પરાગ ઉર્ફે સંજય ઠાકોરની ધરપકડ કરી છે. બાકીના 10 આરોપી ફરાર છે. આ કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણને સોંપાઈ છે. તો બીજી તરફ સાંજે 7 વાગ્યે પોલીસની ટીમ આ ટપોરીઓને લઈને શિવમ આર્કેડ પહોંચી. અને સોસાયટીના રહીશો સમક્ષ માફી મંગાવી. ગુંડાગર્દીના 24 કલાકમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી પોલીસે ભણાવ્યા કાયદાના પાઠ. ભૂપેંદ્રભાઈ પટેલની સરકારે નાગરિકોને સુરક્ષાનો વિશ્વાસ અપાવ્યો. કાલે આતંક મચાવનાર શખ્સોને આજે ચાલવામાં પણ ફાફા પડ્યા. ગઈકાલે જે શેર બની રૌફ જમાવતા હતા તે આજે બકરી બન્યા. સ્થાનિક રહીશોએ પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા.