Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
રાજકોટનું હરીપર ગામ.... રાજકોટ ભાવનગર હાઇવે પાસે આવેલા ગામની 1500ની વસ્તી છે.. મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા...પણ છેલ્લા 20 વર્ષમાં આર્થિક અને સામાજિક પરિસ્થિતિ બદલાતા યુવાનો શહેરો તરફ વળ્યા.. દિવાળીના થોડા દિવસ પહેલા ગામ સૂમસામ જોવા મળતું હતું.. ગામમાં માત્ર સિનિયર સિટીઝન જોવા મળતા... પણ દિવાળીના તહેવારમાં ગામ હર્યુ ભર્યુ જોવા મળ્યું... યુવાનો શહેરોમાંથી ગામડામાં આવ્યા ... જે ઘરોને તાળા લાગી ગયા હતા..તે આજે ખુલ્લી ગયા... શહેરોમાં ગયેલા પરિજનો વડીલોને મળવા પહોંચ્યા..... 5-6 દિવસ માટે ફરી ગામડા હર્યા ભર્યા થયા....
ગાંધીનગરથી 15 કિલોમીટર દૂર આવેલ સરઢવ ગામ....ગામની વસ્તી આશરે 10 હજાર.. જેમાંથી 60 ટકા લોકો હવે ગામથી બહાર વસવાટ કરે છે... ગામમાં તાળા જોવા મળે છે.. ગામના મોટાભાગના લોકો નોકરી-ધંધાર્થે અને લગ્નના પ્રશ્નોને લઈ શહેરો અને વિદેશ તરફ વળ્યા છે... જોકે દિવાળીના તહેવારોમાં પોતાના વતનનો લાગણી પ્રેમ તેમને ગામ તરફ ખેંચી લાવ્યો... અને દિવાળીમાં ગામ ભર્યું ભર્યું થઈ જતું હોવાની ગ્રામજનોએ વાત કરી... ગામના લોકોએ મંદિરે દર્શન કરી પરંપરાગત ગરબા રમી નવા વર્ષની ઉજવણી કરી....
ગાંધીનગરના કલોલ તાલુકાનું મોખાસણ ગામ.... ગામની વસ્તી આશરે 3,500ની.... જેમાંથી મોટા ભાગના લોકો હવે ગામથી બહાર વસવાટ કરે છે... ખેતી એ મુખ્ય વ્યવસાય હતો જો કે હવે ની પેઢીઓ સારું ભણતર મેળવી વિદેશમાં નોકરી અને ધંધાર્થે સેટલ થયા છે તો કેટલાક લોકો શહેરોમાં વસવાટ રહ્યા છે... પણ દિવાળીના તહેવારમાં શહેરોમાં રહેતા યુવાનો નવા વર્ષે વડીલોને મળવા પરિવાર સાથે પોતાના વતન પહોંચ્યા.... જેના કારણે ગામ હર્યુ ભર્યુ જોવા મળ્યું.. ગામમાં એક જ રસોડે સમગ્ર તહેવાર દરમિયાન જમણવારનું પણ આયોજન કરવામાં આવે છે..
મહેસાણા જીલ્લાનું ચાંદણકી ગામ... ગામની કુલ સંખ્યમાં એક હજાર કરતા વધુ... ગામ હંમેશા સૂમસામ રહે છે... કારણ કે અહીં માત્ર 40થી 50 લોકો જ રહે છે... જ્યારે અન્ય લોકો ધંધા રોજગાર અર્થે અલગ અલગ શહેરોમાં રહે છે, તો કેટલાક પરિવારો વિદેશમાં રહે છે... જેના કારણે મોટાભાગના મકાનોમાં તાળા જોવા મળે છે... પણ દિવાળીના તહેવારોમાં ગામના દરેક મકાનો ખુલ્લા જોવા મળ્યા... ગામમાં માનવ મેદની જોવા મળી... જેના કારણે આ ગામમાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધોના ચહેરા પર ખુશી જોવા મળી... નવા વર્ષે દરેક લોકો ગામના ચોકમાં ભેગા થઈ આતિશબાજી કરે છે જેનો નજારો અનોખો હોય છે...
મહેસાણા જીલ્લાનું ચાંદણકી ગામ... ગામની કુલ સંખ્યમાં એક હજાર કરતા વધુ... ગામ હંમેશા સૂમસામ રહે છે... કારણ કે અહીં માત્ર 40થી 50 લોકો જ રહે છે... જ્યારે અન્ય લોકો ધંધા રોજગાર અર્થે અલગ અલગ શહેરોમાં રહે છે, તો કેટલાક પરિવારો વિદેશમાં રહે છે... જેના કારણે મોટાભાગના મકાનોમાં તાળા જોવા મળે છે...
પણ દિવાળીના તહેવારોમાં ગામના દરેક મકાનો ખુલ્લા જોવા મળ્યા... ગામમાં માનવ મેદની જોવા મળી... જેના કારણે આ ગામમાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધોના ચહેરા પર ખુશી જોવા મળી... નવા વર્ષે દરેક લોકો ગામના ચોકમાં ભેગા થઈ આતિશબાજી કરે છે જેનો નજારો અનોખો હોય છે...