Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?

રાજકોટ જિલ્લા સહકારી બેંક.... જેને ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી... એક ખેડૂત મહત્તમ 50 હજાર રૂપિયાની લોન લઈ શકશે.. એક વર્ષમાં લોન પરત કરવાની રહેશે..... મહત્વની વાત એ કે, ખેડૂતે કોઈ જ પ્રકારના જામીન આપવાના રહેશે નહીં...  રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ કર્યું એલાન કે 1 હજાર કરોડની લોન વગર વ્યાજે અપાશે... કારણ કે પાછોતરા વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે... ત્યારે રાજકોટ અને મોરબી જિલ્લાના સવા બે લાખ ખેડૂતોને લાભ મળશે... જો કે ખેડૂતો માટેની આ જાહેરાતથી બેંક પર 100 કરોડ રૂપિયાનો બોજો પડશે....

રાજકોટ જિલ્લા બેંકની જાહેરાત બાદ સુરતના ખેડૂત આગેવાન જયેશ પટેલે પણ માગ કરી... તેમના મુજબ જે રીતે રાજકોટ જિલ્લા સહકારી બેંક ખેડૂતોની વહારે આવી... એ રીતે સુરત જિલ્લા સહકારી બેંકે પણ ખેડૂતોને મદદ કરવી જોઈએ... સુરત અને તાપી જિલ્લાના ખેડૂતોને પણ સહકારી બેંકે 1 હજાર કરોડનું ધીરાણ વિના વ્યાજે આપવું જોઈએ... કારણ કે સુરત અને તાપી જિલ્લામાં પાછોતરા વરસાદથી ડાંગરનો 40 ટકા પાક નષ્ટ થયો છે..

અરવલ્લીના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ માગ કરી.... કે રાજકોટની જેમ સાબરકાંઠા જિલ્લા સહકારી બેંક પણ ખેડૂત ખાતેદારોને 50 હજારથી 1 લાખ સુધીની વગર વ્યાજની લોન આપે... અતિવૃષ્ટિનો ભોગ બનેલા ખેડૂતોને વગર વ્યાજની લોન મળવી જોઈએ..... ધવલસિંહે તો આરોપ લગાવ્યો કે, બેંકના ચેરમેન અને ડિરેક્ટરો પોતાના મળતિયાઓને જ લોન આપે છે.

JOIN US ON

Whatsapp
Telegram