Hun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?

ગિરનાર કોઈ પર્યટક સ્થળ માત્ર નથી, આ સનાતન સંસ્કૃતિનું આસ્થાનું કેન્દ્ર છે. પરંતુ આ જ કેન્દ્રની ગાદી પર કબજો લગાવવાની લઈ, જેમની જવાબદારી સનાતન  સંસ્કૃતિને આગળ વધારવાની છે તેઓની વચ્ચે સંસારીઓ પણ ના કરતા હોય તેવો વિવાદ ઉભો થયો છે. 

ગિરનાર પર  આવેલા અંબાજી મંદિર અને ભીડ ભંજન મંદિરની ગાદી પર કબજો જમાવવા ગાદીપતિઓ વચ્ચે રીતસરનો જંગ જામ્યો છે.   આ બંને મંદિરના મૂળ ગાદિપતી એવા તનસુખગિરિ બાપુ 19 નવેમ્બરે દેવલોક પામ્યા અને તેમની ગાદી પર કબજો જમાવવા કેટલાક મહંતોએ દૈત્ય જેવી નિવેદન અને પ્રપંચો  શરૂ કર્યા.. 
તનસુખગિરિ બાપુની સમાધિ અપાતી હતી તે જ સમયે ગાદી માટે હોબાળો થયો. ભવનાથ મંદિરના મહંત હરિગિરિએ આ ગાદી માટે પ્રેમગિરિ બાપુને ઉત્તરાધિકારી ગણાવી ચાદર વિધિ કરાવી દીધી  તો બીજી તરફ તનસુખ બાપુના સેવકો અને પરિજનોએ આ ગાદી તેમનામાંથી કોઈને આપવાની માગ કરી. 
આ તમામની વચ્ચે દિલ્લી ઈસ્ટની બેઠકમાં 2014માં ભાજપની ટિકિટ પર સાંસદ બનેલા મહેશગિરિ બાપુએ વિવાદમાં એન્ટ્રી કરી. કેમ કે હાલ તેઓ દત્રાતેય અને ભૂતનાથ મંદિરના મહંત છે ત્યારે આ પૂર્વ સાંસદ મહોદયે તો પોતાને તનસુખગિરિ બાપુના ઉત્તરાધિકારી ગણાવી ગાદી પર પોતાનો હક ગણાવ્યો. એટલું જ નહીં તનસુખબાપુએ જ પોતાને ગાદી માટેનો દસ્તાવેજ કરી આપ્યાનો દાવો પણ ઠોક્યો.. 

સાથે જ તેમણે તો ભવનાથની ગાદી હરિગિરિ બાપુએ ભાજપના નેતાઓ, અધિકારીઓ અન્ય સાધુ સંતોને રૂપિયા આપીને કબ્જે હોવાનો આરોપ લગાવ્યો. 
એટલું જ નહીં આ અંગેનો તેમની પાસે પત્ર હોવાનો દાવો કર્યો. જો કે આ પત્રની ખરાઈ જૂનાગઢ કલેક્ટર કરાવી રહ્યા છે. 

વિવાદ વકર્યો છે ત્યારે હાલ પુરતી અંબાજી ગાદી પર સરકારી વહિવટદારી મુકાઈ ગયા છે. પરંતુ આ જ મુદ્દે જુનાગઢ બદનામ થઈ રહ્યાનું જણાવી સંતોને શાંત રહેવાની સલાહ આપનાર ભાજપ નેતા ગિરીશ કોટેચા અને સાંસદમાંથી ફરી એકવાર મહંત બનેલા મહેશગિરિ વચ્ચે તું તારીનો જંગ શરુ થયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram