Hun To Bolish: હું તો બોલીશ: ખજૂરની મીઠાશ...ગરીબોને ઘરનો ઉજાસ

Continues below advertisement

મહેસાણા જિલ્લાનું પીલુદરા ગામમાં  તૈયાર થઈ રહ્યું છે, ત્રણ બહેનો અને એક એ દિકરી જેને પિતા અને મા ગૂમાવી છે. સૌથી મોટી બેન અનિતા..માતા-પિતાના અવસાન બાદ ધોરણ 9નો અભ્યાસ છોડવા મજબૂર થયેલી આ દીકરી કારણ કે તેને ચિંતા હતી. તેનાથી નાના ત્રણ ભાઈ બેનના જીવનનિર્વાણની. વારસામાં મળેલું ઘર ખંડેર થઈ ચૂક્યું હતું. અનિતા અને તેના ત્રણ ભાઈ બેનને દિવાળી કેવી રીતે મનાવવી. તેનાથી વિશેષ કયા છત નીચે જિંદગી વિતાવવી તેની ચિંતા હતી. પરંતુ હવે મળવા જઈ રહ્યું છે, આ 4 જિંદગીઓને તેમના સપનાનું ઘર. અનિતા અને તેની નાની બે બહેનો અને નાના ભાઈની કપરી જિંદગીના સમાચાર નીતિનભાઈ એટલે કે ખજૂરભાઈ પાસે પહોંચ્યા અને બદલાયું તેમનું જીવન. આ 4 ભાઈ બહેનો માટે તૈયાર થઈ રહ્યું છે એક સરસ મજાનું ઘર. ખુદ ખજૂરભાઈ તથા તેમની ટીમ છેલ્લા એક મહિનાથી સતત મકાન બનાવવા માટે પ્રયત્નશીલ છે. મકાનના છતનું સેન્ટ્રીન ભરાઈ રહ્યું હતુ અને આ ચારેય ભાઈ બેનોના આંખોમાં જોવા મળી રહી હતી અનેરી ચમક. કારણ કે તેઓને હવે વિશ્વાસ મળ્યો છે, તેમના જીવનમાં આ દિવાળી થકી ઘર રૂપી ઉજાસ. ઘર તૈયાર થઈ રહ્યું હતું. ત્યારે આ 4 માસુમ ભાઈ બહેનોનો ભાવ મે જાતે મહેસૂસ કર્યો છે....તે જોઈ લઈએ. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram