Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા. જે લોકોના કરોડોનું ફૂલેકું ફેરવી ભૂગર્ભમાં ઉતરી ગયો છે. તેના એજન્ટ મયૂર દરજી સહિત 7 આરોપી વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીરસિંહ ચૌહાણની ધરપકડ કરી છે. સાતેય આરોપીને આજે CID ક્રાઈમે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટે એજન્ટ મયૂર દરજીના 30 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.. તપાસમાં સામે આવ્યું કે જે એજન્ટો વધુ રોકાણ કરાવે તેને ઓડી અને ફોર્ચ્યુનર કાર આપવામાં આવતી હતી. અમારી ટીમ મહાઠગના નિવાસસ્થાને પહોંચી. હિંમતનગરના ઝાલાનગરમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનું આલિશાન મંકાન આવેલું છે...જે બંધ હાલતમાં જોવા મળ્યું.. મકાનની પાસે 3 ચમચમાતી કાર ઉભી હતી. જેમાં સામેલ હતી 2 કરોડની મર્સિડિઝ. 3 કરોડની પોર્શે અને 8 લાખની વોલ્વો કાર. આ ત્રણેય કારને cid ક્રાઇમ ઓફિસ ગાંધીનગર લઈ જવામાં આવી છે. પોંઝી સ્કીમના આરોપીઓને પકડવા CID ક્રાઇમની 4 ટીમો બનાવાઈ છે. આ 4 ટીમ અલગ અલગ વિસ્તારોમાં એજન્ટોને શોધી રહી છે.