Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?
અમરેલી જિલ્લામાં ભાજપના નેતાઓ જ નથી સુરક્ષિત. 3 મહિનામાં ભાજપ નેતાઓ પર ત્રણ હુમલાની ઘટના બની. 30 સપ્ટેમ્બરે સાવરકુંડલા તાલુકાના ભાજપના મહામંત્રી ચેતન માલાણી ઉપર હુમલો થયો હતો. 30 ઓક્ટોબરે ભાજપ ધારાસભ્ય હીરા સોલંકીનો જમાઈ અને અમરેલી યુવા ભાજપનો પ્રમુખ ચેતન શિયાળ પર જીવલેણ હુમલો થયો હતો. આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ભાજપના નેતા સહિત 3 લોકો પર કરાયો હુમલો. આ ઘટનાને લઈ હિંદુ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે. સાવરકુંડલાના નાવલી વિસ્તારમાં લોહાણા સમાજવાડીના પાર્કિંગનું કામ ચાલી રહ્યું છે. અહીં કેટલાક શખ્સોએ પાર્કિંગ આડે કેબિન મૂકી દીધી. જેને લઈ તેમને કેબિન હટાવવાનું કહેતા તેઓ ગુસ્સે થયા અને હુમલો કર્યો. હુમલામાં લોહાણા સમાજના પ્રમુખ જગદીશ માધવાણી. સાવરકુંડલા શહેર ભાજપના મહામંત્રી રાજેશ નાગરેચા. અને તેજસ રાઠોડ નામનો વેપારી ઈજાગ્રસ્ત થતાં ત્રણેયને સારવાર અર્થે સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા. ઘટનાની જાણ થતાં જ રાજકીય અગ્રણીઓ અને હિંદુ સંગઠનના આગેવાનો હોસ્પિટલે દોડી આવ્યા. હુમલાના વિરોધમાં સાવરકુંડલા શહેરના વેપારીઓએ બંધ પાળી વિરોધ દર્શાવ્યો. બનાવની જાણ થતાં જ પોલીસ પણ દોડી આવી. રહીમ, ઈબ્રાહીમ, અનસ, સાહબુદ્દીન સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ પાંચ પૈકી ચાર આરોપીની ધરપકડ કરી છે.