Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગો'ના તાગડધિન્ના પર્દાફાશ

Continues below advertisement

BZ પોન્ઝી સ્કીમમાં અનેક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આવો જ એક ખુલાસો થયો છે કે, મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા જે લોકોના પૈસા લૂંટી કેવા જલસા કરી રહ્યો છે ને તેનો આ વીડિયો જુઓ. ડાયરામાં મહાઠગે રૂપિયાનો વરસાદ કર્યો. લોકોને પ્રભાવિત કરવા હાથમાં રૂપિયાના બંડલ લઈ મહાઠગે ડાયરામાં રૂપિયા ઉડાવ્યા હતા. ચર્ચા તો એવી છે કે, મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા હેલિકોપ્ટર પણ ખરીદવાનો હતો. હેલિકોપ્ટર બનાવતી એક કંપનીએ તેની મુલાકાત લીધી હતી.  મહાઠગ પોતે પણ પૂણે અને બેંગલુરુની કંપનીની મુલાકાત લઈ ચૂક્યો હતો. 


આવા ડાયરાઓમાં રોફ જમાવી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સૌરાષ્ટ્રમાં નેટવર્ક વિકસાવવાનો પ્રયાસ કર્યો હતો. લોકસાહિત્યકારો અને મોટા લોકો સાથે સ્ટેજ શેયર કરી લોકોને આકર્ષવાનો પ્રયાસ કરતો હતો. એક વર્ષ અગાઉ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રાજુલામાં કરેલા ડાયરાનો વીડિયો જોજો. આ ડાયરામાં ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પણ હાજર હતા. લોકડાયરા બાદ લોકોનું દિલ જીતી રાજુલામાં ઠગીનો કારોબાર શરૂ કર્યો હતો. ભોપાળુ સામે આવતા જ રાજુલાની BZની ઓફિસને પણ તાળા લાગ્યા છે..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram