Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલમાં મની માફિયા

Continues below advertisement

સૌથી પહેલા એબીપી અસ્મિતાએ કહ્યું હતું કે ખ્યાતિ હૉસ્પિટલના માલિક,ત્યાંના ડૉક્ટર્સે ખોટી રીતે સરકારી યોજનાનો લાભ લેવા માટે નિર્દોષોના જીવ જોખમમાં મુક્યા. અને સરકારની તપાસ રિપોર્ટના અહેવાલે એ સાબિત કરી દીધું કે હૉસ્પિટલના માલિક અનો ડૉક્ટર્સે તમામ નિયમોને નેવે મુકી દીધા હતા. હવે આ દ્રશ્ય જુઓ. બે -બે નિર્દોષોના જીવ લીધા પછી પણ હૉસ્પિટલના CEOની નફ્ફટાઈ. મૃતકોના પરિવારના આંસુ સુકાતા નથી. અને હૉસ્પિટલના CEO નફ્ફટની જેમ હસે છે. એટલું જ નહીં મિડીયાના સવાલ પર બેશરમની માફક મિડીયાને જ ટોણો મારે છે.

અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલમાં બનેલી ઘટનાને લઈને રાજ્ય સરકારે તાત્કાલિક તપાસ કમિટિની રચના કરી. જેનો રિપોર્ટ આરોગ્ય વિભાગે તૈયાર કર્યો. અને આ રિપોર્ટમાં ખ્યાતિ હૉસ્પિટલમાં કઈ રીતે આખું તરકટ રચાયું તેનો પર્દાફાશ થયો. 19 લોકોને બાલિસણાથી અમદાવાદ લાવ્યા હતા. તેમાંથી જે સાત લોકોની એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવી હતી તેમને સર્જરીની જરૂર જ નહોતી. રિપોર્ટમાં એવો પણ ખુલાસો થયો છે કે હૉસ્પિટલે સર્જરી વખતે દર્દીના હ્રદયની જે સીડી બનાવી હતી તેમાં કોઈ બ્લોકેજ નહોતું,પણ હૉસ્પિટલે PMJAY માટે દર્દીઓના જે મેડિકલ પેપર્સ તૈયાર કર્યા તેમાં 90 ટકા બ્લોકેજ બતાવવામાં આવ્યું. એન્જીઓપ્લાસ્ટી કરતા પહેલા દર્દીઓના પરિવારને કોઈ જ જાણ નહોતી કરાઈ. રિપોર્ટમાં હૉસ્પિટલે પેપર્સમાં ગફલેબાજી કરી હોવાનું સ્પષ્ટ થયું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram