Hun To Bolish: હું તો બોલીશ: નવો ફર્જીવાડો

Continues below advertisement


'મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન' નામના આર્બિટ્રેટરની અમદાવાદ પોલીસે કરી ધરપકડ.. મોરિસ ક્રિશ્ચિયન. આર્બિટ્રેટર એટલે કે મધ્યસ્થીની ભૂમિકા ભજવી એક તરફી ઓર્ડર આપતો. અત્યાર સુધી તેણે અબજો રૂપિયાની સરકારી જમીનના નકલી ઓર્ડર બનાવી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું. સિટી સિવિલ કોર્ટના આદેશ બાદ કારંજ પોલીસમાં તેની સામે ફરિયાદ નોંધાઈ. જોકે, આર્બિટ્રેટર તરીકે તેની નિમણૂક કાયદેસર છે કે નહીં તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે. તેનો દાવો છે કે, તેણે લૉમાં PHD કર્યું છે અને અત્યાર સુધી નવ એવોર્ડ મળ્યા છે. પરંતુ તે વકીલ છે કે નહીં તેની પણ શંકા છે. અગાઉ 2007માં નકલી વિઝાના કૌભાંડમાં મુંબઈથી તેની ધરપકડ કરાઈ હતી. તેની પાસેથી અલગ અલગ 9 નામ વાળા પાસપોર્ટ મળી આવ્યા હતા. એટલું જ નહીં. ગુજરાત હાઈકોર્ટે કોર્ટે કંટેમ્ટ ઓફ કોર્ટની નોટિસ પણ ફટકારી હતી. આ તરફ, મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયનના પૂર્વ અંગરક્ષક શંકર મકવાણાએ દાવો કર્યો કે, મોરિસ પોતે જજ હોવાની ઓળખ આપતો. તે હાઈકોર્ટમાં પણ જતો. મોટા ભાગે તે જમીન સાથે જોડાયેલા કેસ જ લેતો. જે ઓફિસમાંથી તે એક તરફી ઓર્ડર આપતો તે ઓફિસમાં ABP અસ્મિતાની ટીમ પહોંચી.. મોરિસે જીગ્નેશ સોની નામના માલિક પાસેથી મહિને 30 હજાર ભાડે ઓફિસ રાખી હતી. જીગ્નેશ સોની અનુસાર 15 લોકો સફેદ શર્ટ અને બ્લેક પેન્ટમાં અહી કામ કરતા. ભાડા કરારમાં આર્બિટ્રેટરના પ્રોપરાઇટર તરીકે કામ કરવાનો ઉલ્લેખ કરાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram