Hun To Bolish: હું તો બોલીશ : હવે તો પહેરો હેલ્મેટ

Continues below advertisement

8 ઓક્ટોબરે હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલે સર્ક્યુલર બહાર પાડ્યો. કે હાઈકોર્ટમાં ટુ વ્હીલર લઈને આવનાર અધિકારી, કર્મચારી કે સ્ટાફના સભ્યએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંનેએ હેલ્મેટ પહેર્યું હશે તો જ હાઈકોર્ટ પરિસરમાં પ્રવેશ મળશે. જે કોઈ પણ આ સૂચનાનું ગંભીરતાથી પાલન નહીં કરે તેની સામે વહીવટી કાર્યવાહી થશે. 

18 ઓક્ટોબરે અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું. કે અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવનારા પોલીસ અધિકારી/કર્મચારી/ સ્ટાફ કે જે કોઈ ટુ વ્હીલર લઈને આવે છે તેમણે ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. કચેરીના એન્ટ્રી/એક્ઝિટ પોઈન્ટ પર હેલ્મેટ મુદ્દે ફરજિયાત ચકાસણી થશે. સૂચનાનું પાલન ન કરનારાઓને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત દંડ ભરવો પડશે. ચુસ્તપણે અમલવારી કરાવવાની જવાબદારી સુપરવાઈઝરી અધિકારીની રહેશે.

19 ઓક્ટોબરે ગુજરાત સરકારના સામાન્ય વિભાગે પરિપત્ર બહાર પાડ્યો. કે સચિવાલયના તમામ વિભાગો. રાજ્યની તમામ સરકારી-અર્ધ સરકારી કચેરીઓ, બોર્ડ, નિગમો, પૂર્ણ કે આંશિક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં દ્વિચક્રી વાહન પર આવતા જતા વાહનચાલક તથા પાછલી સીટ પર બેસનાર અધિકારી, કર્મચારીઓએ ફરજિયાતપણે હેલ્મેટ પહેરીને જ સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ લેવાનો રહેશે. જો નહીં પહેર્યું હોય તો સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ અટકાવી દેવાશે. ઉક્ત વ્યવસ્થા માટે, જરૂર જણાય તો પોલીસ ખાતા, સલામતી દળના કર્મચારીઓની સેવા મેળવી શકાશે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram