Hun To Bolish: હું તો બોલીશ: આ ચિંતા કોણ કરશે

Continues below advertisement

રાજકોટ જિલ્લાના મોટાવડા ગામના એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ. છાપરા ગામનો વિદ્યાર્થી મોટવડા ગામની સરકારી શાળામાં અગિયારમાં ધોરણમાં ભણતો. આત્મહત્યા કરતા પહેલા તેણે સુસાઈટ નોટ લખી. જેમાં શિક્ષકોના દબાણથી કંટાળી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ. વિદ્યાર્થીની આત્મહત્યાની ઘટનાને લઈને શિક્ષણ વિભાગ દોડતું થયું. જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા. જિલ્લા શિક્ષણાધિકારીની એક ટીમ નિવેદન લેવા ગામમાં પહોંચી. સુસાઈડ નોટમાં મૃતકે શાળાના ત્રણ શિક્ષકના નામ લખ્યા છે. જેના નિવેદન લેવામાં આવ્યા. આ ઉપરાંત મૃતક સાથે ભણતા વિદ્યાર્થીઓના પણ નિવેદન નોંધવામાં આવ્યા. આપઘાત કરનાર વિદ્યાર્થીના પરિવારજનો પણ શાળાએ પહોંચ્યા. મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો કે, શિક્ષકો ધમકી આપતા હતા, જેના કારણે તેણે આ પગલું ભર્યું...તો બીજી તરફ 3 શિક્ષકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મોસમીબેન, વિભૂતિ બેન અને સચિનભાઈ  સામે ગુનો નોંધાયો. આત્મહત્યા કરતા પહેલા વિદ્યાર્થીએ એક વીડિયો બનાવ્યો હતો અને સ્યુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે શાળાનાં 3 શિક્ષકોએ તેની સામે પરીક્ષામાં ચોરી કર્યાનો ખોટો આરોપ લગાવ્યો અને પોલીસમાં જાણ કરવાની ધમકી આપી. હું પોલીસ સ્ટેશન જવા નથી માંગતો જેથી આપઘાત કરું છું..વિદ્યાર્થીની સ્યુસાઈડ નોટ અને વીડિયોના આધારે ગુનો નોંધાયો. વિદ્યાર્થીના પિતાની ફરિયાદના આધારે 3 શિક્ષકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. આજે આ શાળામાં પરીક્ષા તો યોજાઈ.. પણ ત્રણેય શિક્ષકો ગેરહાજર રહ્યા.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram