Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગી

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગી

અમદાવાદના બાપુનગર- રખિયાલ વિસ્તારમાં જાહેરમાં તલવારો લઈને પોલીસને ડરાવી આતંક મચાવનાર લુખ્ખાઓના ઘર પર ફરી વળ્યું બુલડોઝર....રખિયાલના ગરીબનગરમાં રહેતા આરોપી ફઝલે અને તેના ભાઈ આફતાબ ઉર્ફે અલ્તાફ ફરીદ અહેમદ શેખે સરકારી જમીન પર ગેરકાયદે મકાનો બનાવ્યા હતા..જેના પર મહાનગરપાલિકાની ટીમે બુલડોઝર ફેરવી દીધું...તોડી પાડવામાં આવેલા મકાનોમાંથી પોલીસને દારૂની બોટલો પણ મળી આવી..બુધવારની રાતે અમદાવાદના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં 6 લુખ્ખાઓએ તલવારો સાથે આતંક મચાવ્યો હતો... બે પોલીસકર્મીને પણ ધમકાવી પોલીસવાનમાં બેસાડી દીધા હતા... જોકે, પોલીસે આરોપીને ઝડપી તેની ટાંટિયા તોડ સર્વિસ કરી હતી બાદમાં દોરડાથી હાથ બાંધી માફી મગાવી હતી..હવે આરોપીઓના ગેરકાયદે અડ્ડા તોડી પાડવામાં આવ્યા...

જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલના ભાઈની ગેરકાયદે સંપત્તિ પર તવાઈ...જયેશ પટેલના ભાઈ ધર્મેશ પટેલની રણજીતસાગર રોડ પર ગેરકાયદે બે દુકાનો આવેલી હતી..મહાનગરપાલિકાની ટીમે બંને દુકાનો પર બુલડોઝર ફેરવી લીધું...અંદાજે 500 સ્કેવર મીટરની જગ્યા ખાલી કરાવાઈ...મહાનગરપાલિકા અને પોલીસ પ્રશાસનની આ કામગીરી રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ બીરદાવી..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram