Hun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?

Continues below advertisement

એક તરફ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં ડુંગળીનું બમ્પર ઉત્પાદન તો બીજી તરફ એ જ ડુંગળી ખેડૂતોને રડાવી રહી છે...ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં હજુ તો 8 દિવસ પહેલાં ખેડૂતોને પ્રતિ મણ ડુંગળીના 700થી 900 રૂપિયા ભાવ મળી રહ્યા હતા...જોકે, હાલ ફક્ત 150થી 400 રૂપિયા ભાવ મળી રહ્યા છે...8 દિવસમાં જ ડુંગળીના ભાવમાં 500થી 600 રૂપિયાનો ઘટાડો થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા....એવામાં ખેડૂતોના હિતમાં મહુવા માર્કેટ યાર્ડના ચેરમેને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને પત્ર લખી ડુંગળીની નિકાસ પર લગાવેલી 20 ટકા ડ્યૂટી હટાવવાની માગ કરી.....ગુજરાતમાંથી ડુંગળીની શ્રીલંકા... બાંગ્લાદેશ... પાકિસ્તાન સહિત ખાડીના દેશોમાં ભારે નિકાસ થાય થાય છે...ગુજરાતમાં 45 ટકા ડુંગળીનું ઉત્પાદન માત્ર ભાવનગર જિલ્લામાં થાય છે...હજુ તો 20 ટકા જ ડુંગળીનું ઉત્પાદન થયું છે...એવામાં ડુંગળીની આવક વધતા ભાવ નથી મળી રહ્યા...તો બીજી તરફ આજે ધોરાજી માર્કેટ યાર્ડમાં એક મણ એટલે કે 20 કિલોના ભાવ 100થી 200 રૂપિયા...જ્યારે એ-વન ક્વોલિટીની ડુંગળીનો 300 રૂપિયા સુધીનો ભાવ બોલાયો...એક વિઘામાં ડુંગળીના ઉત્પાદન પાછળ ખેડૂતોને 22 હજારનો ખર્ચ થાય છે.. પરંતુ તેની સામે પૂરતા ભાવ ન મળતા ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવી રહ્યો છે....આ જ સ્થિતિ રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડની છે....અહીં પણ બમ્પર આવકને લીધે ડુંગળીના ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે...સિઝનની શરૂઆતમાં જે ડુંગળીના ભાવ એક મણે 700થી 900 રૂપિયા હતા.. તેના આજે ખેડૂતોને 200થી 250 રૂપિયા મળી રહ્યા છે....ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરાએ કેન્દ્ર સરકારને પત્ર લખીને ભાવ ઘટે તે પહેલા જ ડુંગળીની નિકાસ કરવાની સાથે જ ડુંગળીની નિકાસ પર લગાવવામાં આવતી 20% ડ્યુટીમાં પણ ઘટાડો કરવામાં આવી માગ કરી છે...

JOIN US ON

Whatsapp
Telegram