Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ખનન માફિયા

Continues below advertisement

મહેસાણાના વીસનગર તાલુકાના ભાંડુ ગામ. જ્યાં 18 વર્ષીય ભાવેશ રબારી નામનો યુવક ખેતરેથી પોતાના ઘરે જતો હતો. આ સમયે પૂરપાટ આવતા ડમ્પરચાલકે તેેને કચડી નાખ્યો. યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું. આ ઘટનાને લઈ ગ્રામજનોમાં રોષ ફેલાયો અને ખનિજના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓના વાહનો અને ઓફિસમાં તોડફોડ કરી. ટ્રેક્ટર સહિતના કેટલાક વાહનોને તો આગ લગાવી દીધી. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો. 

મોરબીના વાંકાનેર તાલુકાનું લુણસર ગામ. જ્યાં વન સંરક્ષક ટીમે ખનીજ ચોરી કરતા વાહનોને ઝડપી લેતા જ ખનીજ માફિયાઓ ધમકી આપી પલાયન થઈ ગયા. રેંજ ફોરેસ્ટ ઓફિસર રાહુલ વાંક અને વન સંરક્ષક મુકેશ સોલંકી રામપરા સેંચ્યુરી રેંજ વિસ્તારમાં નિરીક્ષણમાં ગયા હતાં. ત્યારે એક્ષેવેટર મશીન જોઈ જતા વાહનોનું ફોટો અને વીડિયો શુટિંગ કર્યું હતું. રેકોર્ડિંગ કરતા જ વાહન માલિક રમેશ ગમારા પહેલા તો આવ્યો. જેને વન કર્મચારીઓને વાહન છોડી દેવા આજીજી કરી. જોકે વાહનો છોડવાની ના પાડતા જ ડ્રાઈવર ધમકી આપી નાસી છૂટ્યો હતો. થોડીવાર બાદ બે શખ્સ બાઈક પર આવ્યા હતાં. જેને વાહનો ચાલુ કરીને વન વિભાગના કર્મચારીઓ પર હંકારી મૂક્યા. આખરે વન રંક્ષકે ફરજમાં રૂકાવટ અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી.. 

રાજ્યમાં ખનીજ ચોરો બેફામ બન્યા છે. ત્યારે ઉપલેટામાં નવનિયુક્ત મામલતદારે ખનીજ ચોરી પર સપાટો બોલાવ્યો. મામલતદારે ટીમને સાથે રાખી પોરબંદર- કોલકી રોડ પર ગેરકાયદે ખનીજ ચોરી કરતા ચાર ટ્રક અને ખાખીજાળિયા રોડ પરથી ખનીજ ચોરી કરતા પાંચ ટ્રકને ઝડપી પાડ્યા. છેલ્લા 48 કલાકમાં જ મામલતદારની ટીમે ગેરકાયદે ખનીજચોરી અટકાવી 53 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરી ઉપલેટા પોલીસને સોંપ્યો.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram