Hun To Bolish | હું તો બોલીશ | પોલીસનો પાવર કે ફરજ?
સુરતમાં પોલીસ અધિકારીએ એક વકીલને મારી લાત. CCTV દ્રશ્યો છે ડિંડોલી વિસ્તારના. હિરેન નાઈ નામના વકીલ 18 ઓગસ્ટે રાત્રે સવા 12 વાગ્યે ઓફિસથી ઘરે જઈ રહ્યા હતા. એ સમયે નાઈટ પેટ્રોલિંગમાં રહેલા PI એચ. જે. સોલંકી સાથે તેમની બોલાચાલી થઈ. જેના કારણે PI સોલંકીએ વકીલને લાત મારી. એડવોકેટ હિરેન નાઈએ ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ સોલંકી અને અન્ય એક પોલીસકર્મી વિરુદ્ધ અરજી કરી છે. હિરેને તેની અરજીમાં જણાવ્યું છે કે, પોલીસ ઈન્સ્પેક્ટર સોલંકીએ તેને બિનજરૂરી માર માર્યો અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી. આ તરફ, ઘટનાને લઈને વકીલોમાં આક્રોશ. ઘટનાને બે દિવસનો સમય વિત્યો હોવા છતાં PI સામે પોલીસ ફરિયાદ ન નોંધાતા વકીલો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા. સમગ્ર મુદ્દે સંયુક્ત પોલીસ કમિશનરે તપાસ માટે વકીલો પાસે બે દિવસનો સમય માગ્યો.
મહિલા PSI અને પોલીસકર્મી જ ઝઘડી પડ્યા રસ્તા પર. આ ઘટના છે ભાવનગર શહેરની. મહિલા PSI જલ્પા નિમાવત કાળિયાબીડ પાણીની ટાંકી પાસે વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા. આ સમયે છોટાઉદેપુરના પોલીસકર્મી હિરેન મહેતા સ્કોર્પિયો કારમાં પોતાના પરિવાર સાથે નીકળ્યા. ફેન્સી નંબર અને ડાર્ક ફિલ્મવાળી કાર હોવાથી તેને રોકવામાં આવી. મહિલા PSIએ કાર ડિટેનનો આગ્રહ રાખતા મામલો બીચક્યો અને બોલાચાલી થઈ. મહિલા PSIએ પોલીસકર્મી હિરેન મહેતા સામે ફરજમાં રૂકાવટ અંગે ફરિયાદ નોંધાવી છે. તો પોલીસકર્મી હિરેન મહેતાનો દાવો છે કે, મારી ફરિયાદ લેવામાં ન આવી. અને મારી સાથે મહિલા PSIએ ગેરવર્તન કર્યું...