Hun To Bolish | હું તો બોલીશ | આમને તો બ્રેક મારવી જ પડશે

Continues below advertisement

ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 7 મહિનામાં જ માર્ગ અકસ્માતમાં 93 હજાર લોકોને ઈજા થઈ છે. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ કલાકે 18 લોકોને માર્ગ અક્સમાતમાં ઈજા થાય છે. માર્ગ અકસ્માતથી ઈજાના સૌથી વધુ કેસ અમદાવાદમાં 15 હજાર 489 કેસ નોંધાયેલા છે. આમ, અમદાવાદમાં પ્રતિ કલાકે સરેરાશ 3 વ્યક્તિને ઈજા થતી હોય છે. પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના અહેવાલ મુજબ અકસ્માતોમાં દેશમાં 9માં ક્રમે ગુજરાત છે. દરરોજ સરેરાશ 43થી વધુ રોડ અકસ્માત થાય છે. જેમાં 95 ટકા કેસમાં ઓવરસ્પીડ કારણભૂત હોય છે. 2022માં રાજ્યમાં 15 હજાર 751 અકસ્માત થયા જેમાં 7 હજાર 618 લોકો મૃત્યુ પામ્યા.

પાટનગર ગાંધીનગરના આ જે દ્રશ્યો છે તે કોઈ નેતાનો કાફલો નથી. આ કાફલો છે નબીરાઓનો સ્ટંટ કરવા માટેનો. કરોડોના ખર્ચે બનેલા ભાઈજીપુરાથી ગિફ્ટ સિટી સુધીના આઈકોનિક રોડ પર 10થી વધુ લક્ઝરી કાર્સનો કાફલો દોડાવી નબીરાઓએ 'અમે કાયર નથી, ફાયર છીએ. 'સોંગ પર રીલ્સ બનાવી. એટલું જ નહીં 190 કિલોમીટરની ઝડપે કાર પણ દોડાવી. 32 કરોડના ખર્ચે બનેલા આ આઈકોનિક રોડને નબીરાઓએ રેસિંગ ટ્રેક બનાવી દીધો છે. જો કે, વીડિયો વાયરલ થયા બાદ ઈન્ફોસિટી પોલીસે 4 નબીરાઓને શોધી કાઢ્યા છે. અને સ્ટંટ માટે વાપરેલી લક્ઝરી કાર પણ કબ્જે કરી છે..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram