Hun To Bolish | હું તો બોલીશ | કાળા પાણીની સજા
Continues below advertisement
આજે રાજ્યમાં સવારે છથી સાંજે છ વાગ્યા સુધીમાં 182 તાલુકામાં વરસાદ નોંધાયો. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ નોંધાયો. તો મહેસાણાના વિજાપુરમાં આઠ ઈંચ વરસાદ નોંધાયો. જ્યારે વલસાડના ધરમપુર અને ખેડાના કપડવંજમાં સાડા પાંચ જેટલો વરસાદ નોંધાયો. છ તાલુકામાં ચારથી પાંચ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો. તો 35 તાલુકામાં બેથી ચાર ઈંચ સુધીનો વરસાદ નોંધાયો. જ્યારે 54 તાલુકામાં એકથી પોણા બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 77 ટકાથી વધુ વરસાદ નોંધાયો.20 તાલુકામાં સિઝનનો પાંચથી 10 ઈંચ સુધી વરસાદ થયો છે. તો 99 તાલુકામાં 10થી 20 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો. 86 તાલુકામાં 20થી 40 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો. જ્યારે 46 તાલુકા એવા છે કે જ્યાં અત્યાર સુધીમાં સિઝનનો 40 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.
Continues below advertisement
Tags :
'Hun To Bolish'