Hun To Bolish | હું તો બોલીશ | વાસી પડીકા કોનું પાપ?
વલસાડના ધરમપુર તાલુકાનું બિલપુડી ગામ. આદિવાસી બાહુલ્ય ધરાવતા આ વિસ્તારમાં લોકોની અજ્ઞાનતાનો લાભ લઈ કેટલાક દુકાનદારો લોકોના આરોગ્ય સાથે કરી રહ્યા હતા ચેડા. જોકે પછાત અને ઓછુ ભણેલા લોકોની જાગૃતતાના કારણે દુકાનદારોના આ ખેલનો પર્દાફાશ થયો. બિલપુડી ગામના કેટલાક જાગૃત યુવકોના ધ્યાનમાં આવ્યું હતું કે કેટલીક દુકાનોમાં એક્સપાયરી ડેટ વાળા નાસ્તાના પડીકા અને ઠંડાપીણાનું વેચાણ થાય છે. યુવકોએ તપાસ કરી તો હકીકત સાચી હોવાનું સામે આવ્યું. જેથી દુકાનદારને અખાદ્ય ખોરાકનું કેમ વેચાણ કરવામાં આવે છે તેવી ફરિયાદ કરાતા દુકાનદારે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું. આખરે યુવકો વિફર્યા અને બાદમાં લોકોને સાથે રાખી બરૂમાળ અને બિલપુડીમાં પાંચથી વધુ દુકાનમાં જનતા રેડ કરી. અહીં તપાસ કરી તો તેલ, તલ, બેકરી પ્રોડક્ટસ, પેપ્સી, ખાદ્યચીજોના પડીકા, સૂપના પેકેટ, ફરસાણ, તુવેરદાળ, ગરમ મસાલા, લોટ અને ઠંડા પીણાનો એક્સપાયરી ડેટ વાળો જથ્થો મળી આવ્યો.