Hun to Bolish | હું તો બોલીશ | ખાડોત્સવના અંતનો આરંભ
રાજ્યભરમાં માર્ગ અને મકાન વિભાગે ખાડા પૂરવાની કામગીરી શરૂ કરી છે. માર્ગ અને મકાન વિભાગ હેઠળના રસ્તા કે જેની કુલ લંબાઈ 1 લાખ 16 હજાર કિલોમીટર છે તેમાંથી 3 હજાર 610 કિલોમીટરના માર્ગોને નુકસાન થયું છે. નુકસાન થયેલા માર્ગોની મરામત 7 સપ્ટેમ્બર સુધીમાં અને ગ્રામ્ય માર્ગોની મરામત 15 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. જેથી માર્ગ મકાન વિભાગે જી.એ.બી, ડ્રાય મેટલ તથા કોલ્ડ મીક્ષ ડામર વાપરી હંગામી ધોરણે મરામતની કામગીરી શરૂ કરી છે. કાયમી મરામત ઉઘાડ નિકળ્યા બાદ હાથ ધરવામાં આવશે. હાલ 731 જેસીબી, 699 ડમ્પર, 557 ટ્રેક્ટર, 7 હીટાચી, 65 રોલર, 14 લોડર, 48 ટ્રી-કટર, 4 પેવર મારફતે 6 હજાર 487 કામદારો સાથે કુલ 466 ટીમો કામગીરી કરી રહી છે. જે જગ્યાઓએ સ્ટ્રકચર તુટી ગયા છે, ત્યાં તાત્કાલિક ડાયવર્ઝન બનાવી વાહન વ્યવહાર પુનઃસ્થાપીત કરવામાં આવી રહ્યો છે. વધુમાં નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈંડીયા હસ્તકના કુલ 2 હજાર 894 કીલોમીટરના રાષ્ટ્રીય ધોરી માર્ગોની નુકસાન પામેલ અંદાજે 139 કિમી. લંબાઈની મરામતની કામગીરી રાજ્ય સરકારના સંપર્ક માં રહી નેશનલ હાઈવે ઓથોરીટીએ હાથ ધરી છે. જે અન્વયે વડોદરા-વાપી, રાજકોટ-જેતપુર, ચિલોડા - હિંમતનગરના રસ્તાઓમાં કામગીરી થઈ રહી છે. તમામ તાલુકાઓમાં ચાલતી કામગીરીનો રીવ્યુ સ્થાનિક કલેકટર, પ્રભારી મંત્રી/સચિવો મારફતે વિભાગના સંકલન સાથે થઈ રહ્યો છે..