Hun to Bolish | હું તો બોલીશ | આ ફરાળ બીમાર પાડશે
પાટણની સિદ્ધપુર GIDCમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેકટરી ઝડપાઈ. સિદ્ધપુર પોલીસને GIDCના એક પ્લોટમાં શંકાસ્પદ ઘી બનાવતા હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીએ રેડ પાડી ફેક્ટરીમાંથી કુલ 5 હજાર 508 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો. જેની કિંમત 16 લાખ 52 હજાર રૂપિયા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લેબલ વગરના 15 કિલો ઘીના 150 ડબ્બા, 5 કિલો ગાયના ઘીના જૈનમ બ્રાન્ડના 32 ડબ્બા, એક લીટર ઘીની જૈનમ બ્રાન્ડની 75 બરણી ભરેલા પાંચ બોક્સ અને લેબલ વગરની 15 કિલો ઘીની પ્લાસ્ટિકની બેગમાં પેક કરેલા 202 બોક્સનો જથ્થો ફૂડ વિભાગે સિઝ કર્યો. આ ફેક્ટરીનું સંચાલન વડગામ તાલુકાના મેતા ગામનો મંજૂરઅલી નામનો વ્યક્તિ કરતો હતો. નકલી ઘી બનાવી તે જૈનમ ઘી, શુદ્ધ આહાર ઘી, ડેરીવાળા ઘી, નમસ્તે શુદ્ધ ઘી જેવા વિવિધ નામોથી પેકિંગ કરી વેચતો હતો. ફૂડ વિભાગે આ મુદ્દે ઘીના 4 સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે.