Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતમાં યુ.પી.વાળી!

Continues below advertisement

વડોદરા બાદ હવે સુરત થયું શર્મસાર.. માંગરોળ તાલુકાના એક ગામમાં સગીરા પર 3 નરાધમોએ આચર્યું દુષ્કર્મ. રાત્રે સગીરા તેના મિત્રને મળવા પહોંચી હતી... આ સમયે 3 નરાધમો ત્યાં ધસી આવ્યા. પહેલાં તો ત્રણેય શખ્સોએ સગીરાના મિત્રને માર મારી ભગાવી દીધો. બાદમાં સગીરાને એક ખેતરમાં ઢસડીને લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને મોબાઈલ પણ લૂંટી લીધો. સગીરાનો મિત્ર દોડીને ગામમાં પહોંચ્યો અને ગ્રામજનોને જાણ કરતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા. આ સમયે સગીરા અસ્વસ્થ હાલતમાં મળી આવી. ગ્રામજનોએ પોલીસને જાણ કરતાં પોલીસ પણ દોડી આવી. પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી આરોપીઓની શોધખોળ શરૂ કરી. આ દરમિયાન ઘટનાસ્થળ નજીકથી બાઈક મળી આવી. પોલીસે બાઈકના આધારે 2 આરોપીને દબોચી લીધા. જ્યારે ત્રીજા આરોપીની શોધખોળ શરૂ કરી છે.


વડોદરા અને સુરતના માંગરોળ પાસે ગેંગરેપની ઘટનાથી હડકંપ મચી ગયો છે. ત્યાં કચ્છના એક ગામે 18 વર્ષીય યુવતી ઉપર દુષ્કર્મ અને જાતિ અપમાનિત કરાઈ હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે... 5 ઓક્ટોબરની મોડી રાત્રે રાપર પંથકની યુવતી તેની માતા સાથે શેરી ગરબી જોવા ગઇ હતી, આ દરમિયાન યુવતીના માતા ઘરે એકલા પરત ફર્યા હતા. જ્યારે યુવતી ગરબીમાં રોકાઈ હતી. ગરબી પુરી થતા ભોગ બનનાર યુવતી પોતાના ઘર તરફ એકલી જવા નીકળી હતી. ત્યારે રસ્તામાં તેને ચક્કર આવતા તે માર્ગની બાજુમાં બેસી ગઈ હતી. આ વેળાએ પાસેના બ્લોક કારખાનામાં કામ કરતા મજૂરે યુવતીની પુછા કરી તેને પાણી પીવડાવા માટે કારખાનામાં સાથે લઈ ગયો હતો, એજ સમયે કારખાનાનો માલિક અન્ય એક કામદારે ભેગા મળી રૂમનો દરવાજો બંધ કરી ફરિયાદી યુવતીને અપશબ્દો બોલી તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું... આ અંગે ભોગ બનનારે 8 ઓક્ટોબરના પોલીસ ફરિયાદ નોંધાવતા આડેસર પોલીસે તપાસ શરૂ કરી.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram