Hun To Bolish | હું તો બોલીશ | વિદેશમાં વિદ્યાર્થીઓ સામે નવું જોખમ

Continues below advertisement

આણંદના એક પ્રજાપતિ પરિવારનો દીકરો ફસાયો છે અમેરિકામાં. આણંદના સારસા ગામનો જય પ્રજાપતિ નામનો યુવક અમેરિકામાં માસ્ટર્સ ઓફ સાયન્સનો અભ્યાસ કરવા ગયો હતો. દીકરાનો પરિવાર પણ પોતાના દીકરાના ઉજ્જવળ ભવિષ્યને લઈને ખુશ ખુશાલ હતો. જયના પિતાએ આખી જિંદગીની બચતમાંથી 40 લાખ જેટલા રૂપિયાના ખર્ચે અમેરિકા મોકલ્યો હતો. પરંતુ આ યુવક અજાણતા એક પાર્ટ ટાઈમ જોબના એવા ષડયંત્રમાં ફસાયો કે હવે પરિવારના સંપર્કમાં રહ્યો નથી. જય પાર્સલના પીક અપ ડ્રોપની નોકરીમાં લાગ્યો હતો. પાર્સલમાં 45 હજાર અમેરિકન ડોલર નીકળતા અમેરિકન પોલીસે તેને ઝડપી પાડ્યો. ત્યારબાદ અમેરિકન સરકાર. પોલીસ કે દૂતાવાસે જયના પરિવારનો સંપર્ક નથી કર્યો.પોતાના પુત્રનો સંપર્ક ન થતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે...અને ભારત સરકાર પાસે વિનંતી કરી રહ્યા છે કે, તેમના દીકરાને પરત લાવવામાં તેમની મદદ કરે. 

આણંદમાં વિદેશ જવાની ઘેલછામાં 2 યુવકો છેતરાયા. ખંભાતના હરિયાણ ગામના યુવકો સાથે વર્ક વિઝાના બહાને ઠગાઈ થઈ. ન્યૂઝીલેન્ડના વર્ક પરમીટ વિઝા માટે એજન્ટે બંને યુવકો પાસે 36 લાખ રૂપિયા પડાવ્યા. સુરતના એજન્ટ અમરીશ વઘાસિયા અને નીરજ નામના શખ્સને બંને યુવકોએ 3 ટકા વ્યાજે પૈસા લઈ વિદેશ જવા માટેનું કામ સોંપ્યું હતું. એજન્ટે બન્ને યુવકોને મુંબઇથી મલેશિયા મોકલ્યા. મલેશિયા એરપોર્ટ પહોંચતા જ બંને યુવકોને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો. બંને યુવકો સ્વખર્ચે મલેશિયાથી ભારત પરત આવ્યા. અને સુરતના એજન્ટ અને તેના સાગરીત વિરુદ્ધ ખંભાત ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram