Hun To Bolish : હું તો બોલીશ : વિજ્ઞાનના બહાને ધર્મનું અપમાન કેમ?

Continues below advertisement

રાજકોટના લોધિકા તાલુકાના પારડી ગામમાં આવેલી PGVCLની કચેરી. આ કચેરીમાં લાઈન ઈન્સ્પેક્ટર સી.આર.જાડેજા નિવૃત થતા 25 ઓક્ટોબરે વીજ વિભાગના કર્મચારીઓએ સત્યનારાયણની કથા રાખી હતી. આ કથામાં કેટલાક અધિકારીઓ પરિવારજન સાથે આવ્યા હતા. તો કેટલાક અધિકારીઓ ઓફિસમાં પોતાનું કામ કરી રહ્યા હતા. તો કેટલાક અરજદારો પણ પોતાનું કામ લઈને આવ્યા હતા. આ સમયે જ ત્યાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા પહોંચ્યા. અને અધિકારીને તતડાવ્યા કે, સરકારી કચેરીમાં કઈ રીતે કથા કરી શકો. અધિકારીઓ જયંત પંડ્યા સામે કરગરતા રહ્યા. જો કે, જયંત પંડ્યા ટસના મસ ન થયા અને આખરે કથા ટૂંકાવી પડી.

જો કે, આ ઘટનાને લઈ બ્રહ્મ સમાજમાં જબરદસ્ત આક્રોશ ફેલાયો. બ્રહ્મ સમાજના રાજકીય આગેવાનોએ જયંત પંડ્યાનો વિરોધ કર્યો. તો બીજી તરફ જયંત પંડ્યા પોતાની વાત પર અડગ રહ્યા. જયંત પંડ્યાનું કહેવું હતું કે, સરકારી કચેરીમાં અધિકારીઓએ અરજદારોના કામ કરવા જોઈએ. સત્યનારાયણની કથા ન કરવી જોઈએ..

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram