Hun To Bolish | હું તો બોલીશ | સ્ટેથોસ્કોપ સાથે બંદૂક કેમ?

Continues below advertisement

કોલકાતાની ઘટનાના વિરોધમાં અમરેલીમાં શાંતાબા મેડીકલ કોલેજના ઈન્ટર્ન તબીબોએ કેન્ડલ માર્ચ યોજી. પરંતુ કેન્ડલ માર્ચ દરમિયાન જાહેરમાં બંદૂક બતાવવી એક સિનિયર ડૉક્ટરને ભારે પડી. ગઈકાલે રાત્રે રાજકમલ ચોકમાં અમરેલીના જાણીતા ડૉક્ટર ગોવિંદ ગજેરા પોતાની લાઇસન્સવાળી બંદૂક કાઢી ડોકટર્સને પોતાની સુરક્ષા માટે હથિયાર વસાવવાની અપીલ કરી. ઘટનાને લઈને પોલીસ દોડતી થઈ. અંતે ડૉક્ટર ગજેરા સામે શરતો ભંગ કરવા બદલ પોલીસે ગુનો નોંધ્યો.

અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ શહેરોમાં ખાનગી હોસ્પિટલમાં ઓપીડી સેવાઓ બંધ રહી. હડતાળમાં રાજ્યની ખાનગી હોસ્પિટલના 25થી 30 હજાર જેટલા તબીબો જોડાયા છે. IMAની હડતાળને પગલે મોટી હોસ્પિટલો, સબ સેન્ટરો અને ક્લિનિક સવારથી જ બંધ જોવા મળ્યા. ઓડીપી અને સર્જરી સહિતની કામગીરીથી તબીબો અળગા રહ્યા. તો રાજકોટમાં પણ ડોક્ટર્સે પી.ડી.યુ મેડિકલ કોલેજથી જિલ્લા કલેકટર કચેરી સુધી રેલી યોજી. તો સુરત શહેરના તમામ હોસ્પિટલોમાં પણ ડોક્ટરોએ હડતાલ જાહેર કરી છે. ખાનગી હોસ્પિટલના 600 કરતાં વધારે તબીબો હડતાલમાં જોડાયા છે. હડતાલને હવે આયુર્વેદ ડોક્ટરોનું પણ સમર્થન મળ્યું છે. બીજી ઈન્ડિયન મેડિકલ એસોશિએશનના અને અમદાવાદ મેડિકલ એશોસીએશનના પ્રતિનિધિ મંડળે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી. ડોકટરની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માગણી સાથે આવેદનપત્ર આપ્યું. હોસ્પિટલમાં ડોકટરની સુરક્ષા વધારવામાં આવે... હોસ્પિટલને સેફ ઝોન જાહેર કરવામાં આવે. ડોક્ટર્સ નિર્ભયતાથી કામ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવા સહિતની માગણી કરવામાં આવી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram