Hun To Bolish | હું તો બોલીશ | રઝળતા ઢોરના નામે દાદાગીરી કેમ?
Continues below advertisement
ખેડાના કપડવંજ તાલુકાના કુંભારિયા ટીંબા ગામે પશુપાલકોની દાદાગીરી આવી સામે.. આજે પ્રાથમિક શાળાના ગેટ બહાર જ એક પશુપાલકે પોતાના ઢોર બાંધતા શાળામાં અભ્યાસ કરતા 150 જેટલા બાળકોને બહાર બેસાડવાની ફરજ પડી. વાલીઓનું કહેવું છે કે, આ પશુપાલકોની દાદાગીરી આજકાલની નહીં છેલ્લા કેટલાય સમયથી છે. પહેલા પશુપાલક શાળાની બાજુમાં આવેલી દૂધ મંડળી બહાર ઢોર બાંધતા હતા જ્યાંથી હવે શાળાના ગેટ પાસે ઢોર બાંધી રહ્યા છે. જેના કારણે આજે શિક્ષકો કે વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશી ન શક્યા.પૂર્વ સરપંચને આ અંગે જાણ કરાઈ તો તેઓએ બાંધેલા ઢોરને છૂટા કરી શાળા શરૂ કરાવી. બીજી તરફ આ મુદ્દે શાળાના શિક્ષકે કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશને ફરિયાદ કરતા પોલીસે પશુપાલક રસિક સોલંકી અને મહેશ સોલંકીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.
Continues below advertisement
Tags :
'Hun To Bolish'