Hun to Bolish | હું તો બોલીશ | પાણીમાં ડૂબવાની સજા કેમ?

Continues below advertisement

આ દ્રશ્યો કોઈ સ્વિમિંગ પુલના નહીં પણ પાટનગર ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનના છે. અહીં ગટરના પાણીએ આખા પોલીસ સ્ટેશનને બાનમાં લીધું. વરસાદ બંધ થયાને કલાકોનો સમય વિતી ગયો હોવા છતાં ગટરના પાણી અડાલજ પોલીસ સ્ટેશનમાં ભરાયેલા રહ્યા. જ્યારે પણ ભારે વરસાદ પડે ત્યારે અડાલજ પોલીસ સ્ટેશનમાં ગટર બેક મારે છે અને આ સમસ્યા સર્જાય છે. 

આવી એકલી અડાલજ પોલીસ સ્ટેશનમાં જ સ્થિતિ નથી. એસ.જી હાઇવેથી અડાલજ જવાના માર્ગ પર બારેમાસ ગટરના પાણી ભરાઈ રહે છે. અડાલજ પંપીંગ સ્ટેશન પાસે ભરાતા ગટરના પાણીથી સ્થાનિકો અને વાહનચાલકો પરેશાન છે.

મહેસાણામાં 4 દિવસ પહેલા પડેલા ભારે વરસાદને કારણે હજુ અનેક દુકાનો મકાનોમાં પાણી ભરાયેલા છે. બહુચરાજીની પ્રાથમિક શાળા અને બી.આર.સી ભવનની કચેરી પણ પાણીમાં ગરકાવ છે. અધિકારીની ચેમ્બરમાં 2-2 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. સ્થિતિ એ છે કે, વરસાદી પાણીનો નિકાલ ન થતાં ખુદ તાલુકાના અધિકારીઓ પરેશાન છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram