Rajkot News | TRP ઝોન દુર્ઘટનાની કોઇ અસર નહીં! રાજકોટમાં ' લાંચિયો' બાબુ ઝડપાયો
રાજકોટ અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકો હોમાયા. પરંતુ લાંચિયા અધિકારીઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. આ મહાશય છે રાજકોટ મહાનગરપાલિકાના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ. જેઓ રંગેહાથ 1 લાખ, 80 હજારની લાંચ લેતા ઝડપાયા. ફાયર સેફ્ટીનું NOC આપવા માટે ફરિયાદી પાસેથી તેમણે ત્રણ લાખ રૂપિયાની લાંચ માગી હતી. ફરિયાદી ફાયર સેફ્ટી ફિટિંગનું કામ કરે છે. અને તે શહેરમાં એક બિલ્ડિંગમાં પોતે કરેલા ફાયર સેફટી અંગેનું NOC ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાસે મેળવવા ગયા ત્યારે અનિલ મારુએ ફરિયાદી પાસેથી 3 લાખની લાંચ માંગી. જો કે, ફરિયાદીએ લાંચના 1 લાખ 20 હજાર રૂપિયા આપતા બાકીના 1 લાખ 80 હજાર રૂપિયા આ સાહેબે 4થી 5 દિવસમાં આપવાનું કહ્યું હતું. ચિફ ફાયર ઓફિસર અને ડે. ચિફ ફાયર ઓફિસરની ધરપકડ થયા પછી ખાલી પડેલી ચિફ ફાયર ઓફિસરની જગ્યા પર રાજ્ય સરકારે કચ્છ-ભુજના અનિલ મારૂની નિમણુંક કરી હતી. અનિલ મારૂ સૌરાષ્ટ્ર કચ્છના રીજીયોનલ ફાયર ઓફિસર તરીકે અગાઉ રાજકોટ જિલ્લા સેવા સદનમાં ફરજ બજાવી ચુક્યા છે.