કેરેબિયન ટાપુ સેન્ટ માર્ટીન પર ત્રાટકેલા ‘ઇરમા’ ચક્રવાતમાં નડિયાદના 21 લોકો ફસાયા, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ કેરિબિયન ટાપુ સેન્ટ માર્ટીન પર ઇરમા વાવાઝોડું ત્રાટકવાને કારણે ભારે તારાજી સર્જાઇ છે. તોફાનમાં નડિયાદમાં રહેતા સાત પરિવારના 21 સભ્યો પર ફસાયાં છે. ફસાયેલા પરિવારવારજનોને મદદ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાસે મદદ માંગવામાં આવી છે.
નડિયાદ શહેરના ન્યૂ જવાહરનગરમાં રહેતાં જ્યોતિબહેન જગવાણીના ત્રણ ભાઈ સુરેશભાઈ મંગારામ જાગવાણી, ગોવિંદભાઈ મંગારામ જાગવાણી સહિત ત્રણ બહેનો અને ભત્રીજી સહિત સાત પરિવાર 25 વર્ષ કેરેબિયન ટાપુ સેન્ટ માર્ટીન પર સ્થાયી થયાં છે. સેન્ટ માર્ટીન ‘ઇરમા’ વાવાઝોડું ત્રાટકતા 95 ટકા મકાનો ધરાશાયી થયા છે. આ અંગે જ્યોતિબહેને જણાવ્યું હતું કે, મારા ત્રણ ભાઈ અને ત્રણ બહેન સહિત કુલ સાત પરિવારો સેન્ટ માર્ટીન ટાપુ પર સ્થાયી થયાં છે. ઇરમા વાવાઝોડા બાદ તેમનો કોઇ સંપર્ક થઇ શક્યો નથી.
Continues below advertisement